Abtak Media Google News

પંજાબ કિંગ્સની પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું : દિલ્હીએ 15 અને મહાત આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ હાલ રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે અને દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે એડી ચોટી નું જોર લગાવી રહ્યું છે ત્યારે ગઈકાલે દિલ્હી કેપિટલ અને પંજાબ વચ્ચે જે મેચ રમાયું હતું તેમાં દિલ્હીએ 15 રને પંજાબને મ્હાત આપી હતી. પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફેરવ્યું હતું. પંજાબના લિવિંગસ્ટને 94 રન ફટકાર્યા હતા છતાં પણ પંજાબનો દિલ્હી સામે પંનો ટુકો પડ્યો હતો.

પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમ બે ફેરફાર કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે બે વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રિલે રુસોએ સૌથી વધુ અણનમ 82 રન બનાવ્યા હતા. તેના સિવાય પૃથ્વી શૉએ પણ 54 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે 46 અને ફિલિપ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કરને બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય અન્ય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબની ટીમ 198 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. દિલ્હી તરફથી રિલે રુસોએ સૌથી વધુ અણનમ 82 રન બનાવ્યા હતા. તેના સિવાય પૃથ્વી શૉએ પણ 54 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નરે 46 અને ફિલિપ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કરને બે વિકેટ ઝડપી હતી.પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 94 રન બનાવ્યા હતા. આ સાથે જ અથર્વ તાયડે 55 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી એનરિક નોર્ખિયા અને ઈશાંતે બે-બે વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.