Abtak Media Google News

પંતની જગ્યાએ અભિષેક પોરેલ જ્યારે જસપ્રીતની જગ્યાએ સંદીપ વોરિયરને સ્થાન મળ્યું!!!

આઇપીએલમાં જસપ્રીત બુમરાહ અને રિસભ પંત ઇજાગ્રસ્ત હોવાના પગલે મુંબઇ અને દિલ્હીની ટીમને ખુબજ મોટો ફટકો પડયો  છે. દિલ્હી અને મુંબઈની આ વ્યથા ને ધ્યાને ટીમ મેનેજમેન્ટ દ્વારા રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે દિલ્હી કેપિટલ્સ દ્વારા રીષભ પંતની જગ્યાએ અભિષેક પોરેલને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન તરફથી જસપ્રિત બુમરાણી જગ્યાએ સંદીપ વોરિયર ને સ્થાન આપવામાં આવ્યું છે.  હવે જોવાનું એ રહ્યું કે આ બંને ખેલાડીઓ આઇપીએલમાં  પોતાની હોમ ટીમ માટે કઈ રીતે પ્રદર્શન કરશે.

દિલ્હી કેપિટલસે અભિષેક પોરેલને 20 લાખમાં ખરીદ્યો છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અભિષેક પોરલ વિકેટકીપર બેટમેન તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેને 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે અને બંગાળ તરફથી ઘણા ટી20 મેચોમાં પણ તેને પોતાનું પ્રદર્શન કર્યું છે. ત્યારે મુંબઈ ઇન્ડિયન સે સંદીપ વોરિયર ને રમાડ્યો છે સંદીપ એ ભારત તરફથી 68 જેટલા ટી ટ્વેન્ટી મેચ રમ્યા છે અને 62 વિકેટ પણ ઝડપી છે. આ પૂર્વે સંદીપ વોરિયર કલકત્તા નાઈટ રાઈડર્સ અને આરસીબી તરફથી પાંચ આઇપીએલ મેચ રમ્યા છે જેનો ફાયદો મુંબઈ ઈન્ડિયન્સને ખરા અર્થમાં મળશે.

ગત વર્ષે જે રીતે હિસાબ વંથનું અકસ્માત થયો હતો તેને ધ્યાને લઈ એક વર્ષ માટે તેઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર રાખવામાં આવ્યો છે જ્યારે બુમરા ને બેકરી હોવાના કારણે અને વન-ડે વિશ્વકપને ધ્યાને આઇપીએલ માંથી તેને આરામ આપવામાં આવ્યો છે આ 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના હશે કે રાઈટ આમ ફાસ્ટ બોલર આઇપીએલ માં નહીં દેખાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.