Abtak Media Google News

ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા હુમલા અંગેની વિગતવાર માહિતી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત

અબતક,રાજકોટ

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એસ.ટી. નિગમએ રાજયની મચુસાફર જનતાનેપરિવહન સેવા પુરૂપાડતુ સરકારનં સૌથી મોટુજાહેર સાહસ છે. એસ.ટી.નિગમના કર્મચારીઓ પોતાની કે પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર એક સ્થળેથીબીજા સ્થળેતાપ,તડકો,ઠંડી કેગરમીની પરવા કર્યા વગર સતત પોતાની ફરજો પૂરી નિષ્ઠાઅને ખંતથીબજાવી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કરી રહ્યા છે.

પરંતુ નિગમની બસોમાં ફરજ બજાવતા ડ્રાયવર અને કંડકટરને પોતાની બસ પરની ફરજ દરમ્યાન મુસાફરો, સામાન્ય જનતા કે પોલીસ ખાતાના કર્મચારીઓદ્વારા મારમારવાના બનાવ બને તે ખઊબજ ગંભીર બાબત છે, અને આવા ગુન્હેગાર સામે પોલીસ ખાતા દ્વારા ક્રોસ પગલા લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવે ત્યારે નિગમના દરેક કર્મચારીઓ હતાશાની લાગણી અનુભવી રહ્યા છે. અને દિન પ્રતિદિન આવા બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં લીંબડી ડેપો ખાતે એસ.ટી.નિગમના મહિલા કંડકટર નીલમબેન પટષલ પર બસમાં મુસાફરી કરતા મહિલા મુસાફર અને તેમના ઓળખીતા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે લીંબડી પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાયેલ છે. પરંતુ આરોપી સામે કોઈ જ કાર્યવાહી થયેલા નથી આવા જુદા જુદા બનાવોમાં મુદા ટાંકવામાં આવ્યા છે.આ બાબતે સંલગ્ન વિભાગ પોલીસ ડીપાર્ટમેન્ટને સમયમર્યાદામાં ચોકકસ પગલા લેવા આદેશ આપવા ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.