Abtak Media Google News

હાલમાં કોરોના કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલીકાના કર્મચારીઓ માટે અલગ સમિતિ બનાવી તેમને તથા તેમના પરિવાર સગા સ્નેહીઓને વહેલી તકે તાત્કાલીક અને સમયસર સારવાર મળી રહે તે હેતુસર એક સમિતિનું ગઠન કરી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળે માંગ કરી છે.

રાજકોટ મહાનગરપાલીકાનાં દરેક વર્ગના કર્મચારીઓ કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં જાહેર જનતા વચ્ચે કોઈ સુરક્ષા વગર કાય કરતા હોય છે. આ કર્મચારીઓને કોઈ પણ જાતની સુવિધા આપવામા આવતી નથી. માસ્ક, હેન્ડ ગ્લોવઝ, સેનેટાઈઝર પણ પોતાના સ્વ. ખર્ચે સલામતી ખાતર લેતા હોય છે. આવી મુશ્કેલી પસ્થિતિમાં તે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર જાહેર જનતાના હિતાર્થે કામ કરતા હોય છે. અને કોરોના પોઝીટીવ લોકોની વચ્ચે આ કામગીરી દરમિયાન કર્મચારી સંક્રમિત પણ થાય છે. જો આવા મુશ્કેલ સમયમાં કર્મચારીને સમયસર ઈલાજ ન મળે તોપોતાનું જીવન પણ ગુમાવવાનો વારો પણ આવે છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીને સમયસર બેડ, ઓકિસજન, દવા, ઈન્જેકશન મળી રહે તો ફરીથી જાહેર જનતા લોકો સેવાને હિતાર્થે કામગીરીમાં જોડાય શકે આ માટે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે અલગ સમિતિ બનાવી તેમને તથા તેમના પરિવાર સગા સ્નેહીઓને વહેલી તકે તાત્કાલીક અને સમયસર સારવાર મળી રહે અને કોઈ પણ પરિવારને તેમના વડીલો, મોભીઓ તેમજ જીવન નિર્વાહનો આશરો ગુમાવવાનો વારો ન આવે તેહેતુસર આરોગ્ય સમિતિની રચના કરવા માંગ છે.

રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોન ઓફીસ અથવા પાર્કિંગ એરીયામાં કર્મચારીઓ માટે અલગથી કોવિડ ટેસ્ટીંગ બુથ શરૂ કરવા અને અમુક જિલ્લા અને શહેરોમાં કર્મચારીઓ માટે એક અલગથક્ષ સમિતિની રચના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.