Abtak Media Google News

વિંછીયામાં ચણા, ખરીદ કેન્દ્રની  મુલાકાત લેતા  ખેડુત સેવા સંગઠનના આગેવાનો

વીંછીયા ખેડુત સેવા સંગઠનના આગેવાનોનએ   ચણાની ખરીદી   કેન્દ્ર પર મુલાકાત લેતા  અને ખેડુત  સાથે ચર્ચા વિચારણા કરતા ચાલુ  સરકારે ખેડુતો  સાથે ખૂબ  અન્યાય કર્યો હોય તેને 2020ની અંદર 125  મણ ચણાની ખરીદી  કરી હતી. જયારે હાલ 2021ની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારબાદ તરત જ  ખાતા દીઠ માત્ર 50 મણ ચણાની ખરીદી  કરી ખેડુતો સાથે મજાક કરવામાં આવી રહી છે.

Fy

સરકાર દ્વારા ચણાની  ખરીદીમાં કાપ મૂકી 50 મણ ચણાની ખરીદી કરતા ગુજરાતનાં ખેડુતમાં  ખૂબ આક્રોશ છે. એના અનુસંધાને ખેડુત સેવા સંગઠન ગુજરાતનાં ટ્રસ્ટી પ્રમુખ જેન્તીભાઈ મેઘાભાઈ  ગોહિલ,  ખેડુત સેવા સંગઠન ગુજરાતનાં સ્થાપક મુકેશભાઈ રાજપરા, ભગીરથ ભાઈ વાલાણી, સુલતાનભાઈ મીરા સૈયદ વગેરે આગેવાનો દ્વારા  આગામી દિવસોની અંદર જો ખેડુતના તમામ ચણાની  ખરીદી કરવામાં નહિ આવે  અને 125 મણની ખરીદી કરવામાં નહી આવે તો  તમામ ખેડુતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામા આવશે અને આવેદનપત્ર આપવામાં આવશે.

અંતમાં ખેડુત જે પાક ઉત્પાદન કરે તે તમામ પાકની  સરકારે ખેડુત પાસેથી ખરીદ કરે  એવી માંગણી કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.