Abtak Media Google News

૨૯મીએ વર્ચ્યુઅલ ખેડૂત શિબિરમાં જોડાવા અનુરોધ

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોળ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ દ્વારા ખેડૂતો સજીવ ખેતી તરફ વળે. રસાયણિક દવાની જગ્યાએ કુદરતી નુસખા આધારીત ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થાય તે ઉદ્દેશથી પાક ઉત્પાદન વધારવાના કુદરતી ઉપાયો અંગે વર્ચ્યુઅલ ખેડૂત શિબિરનું તા.૨૯ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે કરી શકાય? તેના પર ડો. જી.આર. ગોહિલ (સવિસ્તરણ શિક્ષણ નિયામક-કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ), ગાય આધારીત ખેતી-કુદરતી ઉપાય અને તમારૂ બનાવેલ ખાતરનું તમે જ માર્કેટીંગ કરો અને તમારી વાડીમાં ઉપયોગ પર મહેશભાઈ (ગામ-ખારવા), રસાયણિક પેસ્ટિસાઈડ દવાની જગ્યાએ કુદરતી દવા કેટલી ફાયદાકારક પર ગોલણભાઈ વાળા (સુવાવડ-અમરેલી), પ્રશ્નો ખેડૂતોના અને જવાબ તજજ્ઞોના પર પ્રભાતભાઈ (ગામ-રોજિયા) સિદ્ધરાજભાઈ વાળા વગેરે પર તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવશે. રસ ધરાવનાર સરપંચો અને ખેડૂતમિત્રો તા. ર૯-૮-ર૦ર૦ ના સાંજે પ થી ૬-૩૦ ગુગલ મીટ એપ્લિકેશન પર સામેલ થવા ૯૯૭૯ર ૪૧૧૦૦-ડો. સંજય પંડ્યા, ૯૪૯૯પ ૬૪૪૮૧ વિજ્ઞાન કેન્દ્ર પર (સમય: સવારે ૧૧ થી ૪) સંપર્ક કરી શિબિરની લીંક મેળવી શકે છે. વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. વધુમાં વધુ ખેડૂતમિત્રો આ શિબિરનો લાભ લે તે માટે સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ અનુરોધ કર્યો છે. ગુગલ મીટ પર કઈ રીતે જોડાવવું તેની માહિતી ફોન પર રજિસ્ટ્રેશન કરાવતા ૯૯૭૯ર ૪૧૧૦૦-ડો. સંજય પંડ્યા દ્વારા આપવામાં આવશે તેમ અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.