Abtak Media Google News

વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં: હોલ ટિકિટ પણ ન મળ્યાની ફરિયાદો ઉઠી

કોરોનાની મહામારી વચ્ચે આજે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨ની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો સહિતની તમામ ૩૧મી જુલાઈ સુધી બંધ રહેશે તેવો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. ખાસ તો ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત અને બરોડામાં વધુ જોવા મળી ર્હયું છે. ત્યારે આગામી ૨ જુલાઈથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાઈ જવા પામ્યા છે. કેમ કે, જીટીયુ સંલગ્ન કોલેજોમાં અનેક વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર તેમજ સુરત, બરોડા, કચ્છ સહિતના વિસ્તારના છે. જો કે, જીટીયુ દ્વારા જે તે જિલ્લાના કેન્દ્રોમાં પણ પરીક્ષા આપવાની વ્યવસ્થા ગોઠવી છે છતાં પણ આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા કેમ જવું તેમજ કોરોનાનું સંક્રમણ લાગે તો શું કરવું સહિતની અનેક પ્રશ્ર્નો ઉદ્ભવી ર્હયાં છે. ત્યારે યુજીની છેલ્લા સેમની પરીક્ષામાં મેરીટ બેઈઝ પ્રોગ્રેશન આપવા જીટીયુના વિદ્યાર્થીઓએ પ્રબળ માંગ કરી છે. ૨જી જુલાઈથી યુજી સેમ-૬ અને ૩જી જુલાઈથી ડિપ્લોમાની પરીક્ષા શ‚ થવાની છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં હાલ અસમંજસની સ્થિતિ ફેલાઈ છે. જેને લઈને આજે જીટીયુ ખાતે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવાના છે અને કુલપતિ અને રજિસ્ટારને આવેદન પણ પાઠવવાના છે.

જીટીયુના વિદ્યાર્થીઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, બે જુલાઈથી જીટીયુની છેલ્લા સેમની પરીક્ષા શ‚ થવા જઈ રહી છે.  ત્યારે કોરોનાની મહામારીમાં અમારે પરીક્ષા દેવા કઈ રીતે જવું, જીટીયુ દ્વારા આ પરીક્ષા મોકુફ રાખવામાં આવે અને ૩૧મી જુલાઈ બાદ પરીક્ષા લેવામાં આવે તેવી અમારી પ્રબળ માંગ છે. તેમજ હાલ જીટીયુની વેબસાઈટમાં પણ અનેક વાંધા-વચકા જણાતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી જુલાઈથી પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હજુ સુધી અમને હોલ ટિકિટ મળી નથી. યુનિવર્સિટીમાં ફોન કરીએ તો કર્મચારીઓ કે અધિકારીઓ માર્ગદર્શન પણ પૂરું પાડતા નથી ત્યારે આવી કપરી પરીસ્થિતિમાં અમારે પરીક્ષા દેવા કઈ રીતે જવું તે વેધક સવાલ ઉભો થાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીમાં હાલ પુરતી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ત્યારે જીટીયુ પણ અત્યારે પરીક્ષા મોકુફ રાખે અને ૩૧મી જુલાઈ બાદ પરીક્ષા લે અથવા જો તમામ વિદ્યાર્થીઓને બીજા, ચોથા અને છઠ્ઠા સેમની જેમ અમને પણ મેરીટ બેઈઝ પ્રોગ્રેશન આપે તેવી અમારી માંગ છે.

પરીક્ષા ન આપી શકતા વિદ્યાર્થીઓ પછી પરીક્ષા આપી શકશે: રજિસ્ટ્રાર કે.એન.ખેર

900

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.કે.એન.ખેરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી બીજી જુલાઈથી જીટીયુની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કોરોનોની કપરી પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી સ્થિતિમાં ન હોય એટલે કે, ક્ધટેઈનમેન્ટ વિસ્તારના હોય અથવા તો દૂર સુધી જઈ ન શકતા હોય તેવા વિદ્યાર્થીઓ પછી પણ પરીક્ષા આપી શકશે. સ્થિતિ સારી થશે ત્યારબાદ પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે અને બીજી જુલાઈથી શ‚ થતી પરીક્ષા મરજિયાત છે ફરજિયાત નથી. આ ઉપરાંત આગામી ૨૧મી જુલાઈથી જીટીયુ દ્વારા ઓનલાઈન એકઝામ પણ લેવામાં આવશે અને ત્યારે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શકશે એટલે વિદ્યાર્થીઓએ ગભરાવવાની જ‚ર નથી. અત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેની પાછળથી પરીક્ષા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.