Abtak Media Google News

સાતવડી- મોડાસણ રોડની સાઇડ બુરવા માંગ પાનેલી ગામ પાદરમાં રસ્તો સાવ બિસ્માર

અબતક,કીરીટ રાણપરીયા, ઉપલેટા

Advertisement

ઓણ સાલ વરસાદને કારણે તાલુકામાં ખારચીયા, મેરવદ સુધીનો ર0 કી.મી. રોડ લોકોની કમ્મર ભાંગી નાખે તેવી હાલત થઇ ગયેલ હોય ત્યારે ભારે વિસ્તારના જીલ્લા પંચાયતના સભ્ય ભાલોડીયા એ રસ્તો રીપેરીંગ કરવા માંગણી કરેલ છે.

મીરાબેન ભાલોડીયાએ જણાવેલ કે મારા મત વિસ્તારના ખારચીયા વાળા ઢાંક થી મેરવદર સુધી ર0 કી.મી. માં રોડ વરસાદને કારણે સાવ ઘોવાઇ ગયેલ છે આ રોડ ઉપર ફુટ ફુટના ખાડા પડી ગયા હોવાથી દવાખાને જતા દર્દીઓની કમર પણ ભાંગી નાખે છે ત્યારે આ રોડનું તાત્કાલીક ધોરણે ચાલું કરવા માંગ કરી છે. જયારે પાનેલીથી સાતવડી મોડાસણ વાળા રોડ ઉપર બન્ને સાઇડ ભરવાની કામગીરી ચાલું કરવાની હતી તે હજી ચાલુ થયેલ નથી આને કારણે ઘણાં વાહન અકસ્માતોમાં બનાવ બન્યા છે. બન્ને સાઇડ ઓડથી એક ફુટ નીચી હોવાથી સામ સામે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે આ ઉપરાંત પાનેલી ગામમાં પ્રવેશતા સ્ટેટ હાઇવે નો રોડ સાવ ભાંગીને ભૂકો થઇ ગયો છે. આ રોડ રસ્તાનું કામ  તુરત જ રીપેરીંગ કરવામાં નહિ આવે તો ગ્રામજનો સાથે રાખી રસ્તા રોક આંદોલન કરવાની ચીમકી જીલ્લા પંચાયતના સભ્ય મીરાબેન ભાલોડીયાએ ઉંચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.