Abtak Media Google News

370 કલમ નાબૂદ કરી દેશના તમામ લોકો માટે કાયદો સરખો મોદીએ કર્યા: ગોરધન ઝડફીયા

ઉપલેટામાં સાંજે ગૌરવ યાત્રા આવી પહોંચતા શહેર ભાજપના હોદ્ેદારો અને કાર્યકરોએ બાઇક રેલી કાઢી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા બાપુના બાવલા ચોકમાં સભાના સ્વરૂપમાં ફેરવાઇ હતી.

ભાજપના ગૌરવ યાત્રા સાથે પધારેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ રાજ્યની ડબલ એન્જીનવાળી સરકારે રાજ્યભરમાં નર્મદાનું પીવા માટે પાણી આપી રાજ્યની જનતાના તરસ છીપાવી છે. ગરીબ લોકોને ગંભીર બિમારી હોય કોઇની પાસે હાથ લંબાવ્યા વગર સ્વમાનભેર સારવાર લઇ શકે તે માટે પાંચ લાખ સુધીની સારવાર ‘મા અમૃતમ કાર્ડ’ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી આગામી ધારાસભાની ચૂંટણીમાં 2024ને ધ્યાનમાં રાખી મતદાન કરવા અપીલ કરી હતી.

જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને તેજાબી વક્તા ગોરધનભાઇ ઝડફીયાએ જણાવેલ કે જ્યારે ભારત દેશને આઝાદી મળી ત્યારે આપણે જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ રાજ્ય દેશ સાથે ન હોતા ભળ્યા પણ સરદાર વલ્લભભાઇ પટેલની કુતેહને કારણે જુનાગઢ અને હૈદરાબાદ રાજ્યો દેશમાં વિલિનિકરણ થયા પણ આ જવાહરલાલના કારણે કાશ્મીર કાયમી સળગતું રહ્યું. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ ત્યાંના શાસનકર્તાઓ બેફામ ઉપયોગ કર્યા આખા દેશને લોખંડી મનોબળ વાળા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી મળ્યા તેને દેશની તમામ જનતા માટે સિવિલ કોમન કાયદો સરખો હોય તેને ધ્યાનમાં રાખી 370 કલમ એક જ ઝટકે નાબૂદ કરી નાખી. જે કોંગ્રેસે 60 વર્ષ પણ ન કરી શકી તેવા અનેક કાયદાઓમાં ફેરફાર કરી આજે દેશનું નામ દુનિયાભરમાં રોશન કરી દીધું છે ત્યારે સ્થાનિક ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી હોય બસ દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ધ્યાનમાં રાખી મતદાન કરવા એલાન કર્યું હતું.

આ યાત્રામાં ભરતભાઇ બોઘરા, મનસુખભાઇ ખાચરીયા, પ્રવિણભાઇ માકડિયા સહિત પ્રદેશ અને જીલ્લા સંગઠનના હોદ્ેદારો હાજર રહ્યા હતા. આ શોભાયાત્રાનું શહેરના પ્રથમ નાગરિક મયુર સુવા સહિત ભાજપના હોદ્ેદારો વિવિધ મોરચાના હોદ્ેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.