Abtak Media Google News
  • મોદી મંત્ર-2 : સૌરાષ્ટ્રના દરિયા કાંઠે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક
  • મેગા ઓપરેશનમાં જિલ્લા કલેકટર, રાજકોટ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સહિત એક હજાર સુરક્ષા જવાનો તૈનાત
  • ત્રણેય ધાર્મિક સ્થળો ગેરકાયદે બાંધકામ, દેશ વિરોધી પ્રવૃતિનો અડ્ડો બન્યા?
  • પ્રતિબંધીત પીએફઆઇ સાથે ધાર્મિક સંસ્થાના વડાઓના કનેકશનની શંકા સાથે કરાઇ અટકાયત

દેશભરમાં ત્રાસવાદ અને ડ્રગ્સ માફિયાનો સફાયો કરવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલા બેટ દ્વારકાના બાલાપરમાં ગેર કાયદે બાંધકામ કરાયેલા ત્રણ ધાર્મિક સ્થળોએ દેશ વિરોધી પ્રવૃતિ થતી હોવાના મળેલા ઇન્પુટ સાથે તંત્ર દ્વારા સર્જીકલ સ્ટાઇક કરી ત્રણેય ધાર્મિક સ્થળોનો ધ્વંશ કરી ત્રણેય ધાર્મિક સ્થળના વડાઓને પ્રતિબંધીત પીએફઆઇ સાથેના કનેકશન હોવાની શંકા સાથે અટકાયત કરવામાં આવી છે.

ત્રાસવાદીઓ માટે વિદેશથી ફંડ એકઠું કરી દેતી પીએફઆઇ સહિતના નવ જેટલા સંગઠનના 200 કરોડના બીન હીસાબી વ્યવાહર એનઆઇએ દ્વારા પકડી પડયા બાદ નવ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે પીએફઆઇના કનેકશન સૌરાષ્ટ્રના સાગર કિનારે આવેલા ભગવાન કૃષ્ણની રાજધાની ગણાતા બેટ દ્વારકામાં દેશના ગદારો સક્રિય બની ધાર્મિક સ્થળે દેશ વિરોધી પ્રવૃતિ ચલાવતા હોવાનું બહાર આવતા ગેર કાયદે કરાયેલા ત્રણ જેટલા ધાર્મિક સ્થળના ડીમોલીશન માટે ગતરાતથી જ આશરે એક હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા બેટ દ્વારકાને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દેશમાં ત્રાસવાદનો સફાયો કરવા ડ્રગ્સની દાણચોરી, ત્રાસવાદીઓને આર્થિક રીતે મદદરૂપ થતી પીએફઆઇ જેવી સંસ્થાઓની એક્ટિવીટી પર પ્રતિબંધ અને દેશમાં ભાંગફોડનું ષડયંત્ર રચવામાં આવે છે તેવા વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો પર ડીમોલીશન કરી શરૂ કરાયેલી નક્કર કાર્યવાહી અંતર્ગત બેટ દ્વારકા ખાતે આવેલા બાલાપર વિસ્તારમાં ત્રણ જેટલા ધાર્મિક સ્થળનું ગેર કાયદે બાંધકામ હોવાનું અને ત્યા ગેર કાનુની પ્રવૃતિ થતી હોવાથી ત્રણેય ધાર્મિક સ્થળનું ડીમોલીશન કરવા તંત્ર દ્વારા કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવી હતી.

મેગા ડીમોલીશન કાર્યવાહી પૂર્વે જિલ્લા કલેકટર, રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિતના અધિકારી એક હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા સજ્જ બંદોબસ્ત ગોઠવી ત્રણ જેટલા ધાર્મિક સ્થળનું ડીમોલીશ કરી નાખ્યું હતું તેમજ ત્રણેય ધાર્મિક સ્થળના વડાની અટકાયત કરવામાં આવી છે. દેશના 20 જેટલા રાજયમાં પીએફઆઇના એકમ સ્થાપી વિદેશી ફંડ એકઠું કરી ત્રાસવાદી સંગઠનોને આપી ભાંગફોડની પ્રવૃતિ અને ભાજપના ટોચના નેતાઓ પર હુમલા કરવા સહિતની એનઆઇએ અને એટીએસની તપાસ દરમિયાન બહાર આવતા પીએફઆઇ સહિત નવ જેટલા સંગઠનોની એક્ટિવીટી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

યાત્રાળુઓના આવાગમન પર પ્રતિબંધ

સરકારની સર્જીકલ સ્ટાક પૂર્વે સાવચેતી માટે બેટ દ્વારકાના યાત્રાળુઓને ઓખા ખાતે જ અટકાવી દેવામાં આવ્યા છે. યાત્રાળુઓની અવર જવર કરતી બોટ તેમજ માચ્છીમારીની બોટ પણ અટકાવી દેવામાં આવી છે. મેગા ઓપરેશ દરમિયાન કોઇ અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેટ દ્વારકા ખાતે પડાવ નાખ્યો છે. કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા દરિયાઇ માર્ગે અને સ્થાનિક પોલીસ દ્વારા બેટ દ્વારકા તરફ આવતા માર્ગ અને આજુ બાજુના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

25 વર્ષ બાદ ફરી મેગા ઓપરેશન

હાલારના સચાણા, જોડીયા, બેડી, સલાયા અને બેટ દ્વારકા વર્ષોથી સોના-ચાંદી સહિતની કિંમતી ચીજ વસ્તુની દાણચોરી માટે કુખ્યાત બન્યા છે. દેશના ગદારોને નાથવા માટે તંત્ર દ્વારા 25 વર્ષ પહેલાં સઘન કાર્યવાહી કરી સાલાયા ખાતે 60 જેટલા દાણચોરના બંગલાઓનું ડીમોલીશન થયું હતું ત્યાર બાદ હાલાર પંથકના સૌથી મોટા મેગા ઓપરેશન સમાન બેટ દ્વારકા ખાતે ત્રણ ધાર્મિક સ્થળનું ડીમોલીશન કરવામાં આવ્યું છે.

દરિયાને સુરક્ષિત કરવા આ તો માત્ર શરૂઆત,  હજુ ઘણા ઓપરેશનો થશે?

ગુજરાત વિશાળ દરિયા કિનારો ધરાવતો હોય, અર્થતંત્રમાં તે અમૂલ્ય ફાળો આપે છે. સાથોસાથ સરકાર માટે આ દરિયાની સુરક્ષા પણ એક મોટી જવાબદારી છે. જો કે સરકાર તેમાં કોઈ ચૂક રાખવા ઇચ્છતી ન હોય, દરિયાને સુરક્ષા કવચ આપવા ગુજરાત પહેલ કરવાનું છે. બીજી તરફ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે દરિયાઈ માર્ગેથી થતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ડામવા સરકાર એક્શન મોડમાં છે. અગાઉ સરકારે અનેક વખત ડ્રગ્સ પકડ્યા છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી બેટ દ્વારકામાં સરકારે હાથ ઘરેલુ આ ઓપરેશન હજુ માત્ર શરૂઆત જ છે. આગામી દિવસોમાં સરકાર હજુ પણ અનેક ઓપરેશનો હાથ ધરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.