Abtak Media Google News

રાજયના એનસીસી વડા મેજર જનરલ રોય જોસેફ રાજકોટની મુલાકાતે: એનસીસીમાં જોડાઈને ડિફેન્સ ક્ષેત્રે કારકીર્દી બનાવવાની અનેરી તકો મેળવવા યુવાનોને અપીલ

શહેરની ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ એનસીસી ઓફીસના ઈન્સ્પેકસન માટે નેશનલ કેડેટ કોરના રાજય વડા મેજર જનરલ રોય જોસેફે મંગળવારે મુલાકાત લીધી હતી. બીજી ગર્લ્સ બટાલીયનની મહિલા કેડેટ ગાર્ડ ઓફ ઓડર આપ્યા હતા. એનસીસીની ઓફીસ ખાતે મેજર જનરલ રોય જોસેપ, બ્રિગેડીયર અજીતસિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેજર જનરલ રોય જોસેફ ૧૯૮૩માં ઈન્ડીયન આર્મીમાં જોડાયેલા અને હાલ રાજયના એનસીસી વડા મેજર જનરલ રોય જોસેફ આર્ટલરી રેજીમેન્ટની સ્કુલ ઓફ આર્ટલરીના ડે. કમાન્ડન્ટ ચીફ ઈન્સ્ટ્રકટર તરીકે તેમજ ચેન્નાઈમાં લશ્કરના અધિકારીઓને તાલીમ આપતી એકેડમીમાં ફણજ બજાવી ચૂકયા છે.2 110અબતક સાથેની વાતચીતમાં નેશનલ કેડેટ કોરના રાજયવડા મેજર જનરલ રોય જોસેફ એ જણાવ્યું હતુ કે એનસીસી એક એવું માધ્યમ છે. કે જેના દ્વારા દેશના યુવાનો જવાબદારી અને નિયમિતતા કેળવી શકે છે. એટલે જ એનસીસી દ્વારા ગુજરાત રાજયમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. કે જેટલા વધુ કેડેટસ એનસીસીમાં જોડાશે એટલું જ સારૂ છે. જે રીતે આર્મી, નેવી અને એરફોર્સમાં જેમ એક ડિસ્પ્લીન સોલ્જર દેખાય છે. તેમ એનસીસીમાં પણ જોવા મળશે.

3 90બીજા રાજયોની બરાબરીમાં ગુજરાતનાં યુવાનોની આર્મી ફોર્સમાં જોડાવાની ઈચ્છા થોડી ઓછી જોવા મળે છે. દાખલા તરીકે ઉતરાખંડ જેવા નાના રાજયમાં આઈઆઈએનમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી ૩૫ થી ૪૦ જેટલા હતા જયારે ગુજરાતમાંથી ફકત એક કે બે જ વિદ્યાર્થીઓ હતા. પસંદગીના વિષયોમાં ગુજરાતમાં લોકો વધુ વેપાર ધંધો પસંદ કરે છે. જયારે કોઈ પણ યુનિફોર્મ ફોર્સ એક સારી નોકરી ગણી શકાય છે.

અને ગુજરાતમાં અમારો એ જ પ્રયત્ન રહેશે કે એનસીસીમાં જોડાવાથી તેમને કેટલો લાભ મળે છે જેમાં નોકરીની પણ સારી તકો છે અને એનસીસીમાં જોડાઈને દેશની ઘણા એવા સ્થળોની પણ મૂલાકાત લઈ શકશે જયાં હર કોઈ માટે પહોચવુ થોડુ કઠીન હોય છે.

સાથોસાથ યુવાનોને જાગૃત કરતા એ પણ જણાવવાનું કે આર્મી ફોર્સમાં જોડાવાથી જે અનૂભૂતિ થાય છે. તે બીજી કોઈ નોકરીમાં તમે મેળવી શકતા નથી. વધુમાં એનસીસી કર્યા બાદ કેન્ડીડેટ આર્મી, નેવી અને એરફોર્સ પણ હઈટેકટ જોઈન કરી શકે છે.

આપણી પાસે જે એનસીસીનું યુનિટસ છે અને જેટલી કેપેસીટી હોય તેટલી લઈ શકાય છે. હાલ ૬૪ હજાર જેને વધારી ૭૫ હજાર સુધી પહોચાડવાનો લક્ષ્ય છે. અને રાજકોટમાં ટ્રેનીંગ એકેડમી માટે જમીન ફાળવણી થઈ ચૂકી છે. આવનારા બે વર્ષમાં એજયુકેશન ડિપાર્ટમેન્ટને ફંડ માટે પણ કહેવામાં આવ્યું છે.

રાજકોટ, જામનગર, વલ્લભ વિદ્યાનગર અમદાવાદ અને વડોદરા આ પાંચ ગ્રુપસ છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ એક મહત્વનું ગ્રુપ છે. હવે જામનગરમાં પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ટ્રેનીંગ કેમ્પમાં પણ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જોમ જોવા મળી રહ્યો છે. અને હું પણ એવું જ ઈચ્છુ છુ કે એનસીસીનાં ધાર્યા પ્રમાણે ‘યુનિટ અને ડિસીપ્લીન’ના સુત્રોને સૌરાષ્ટ્રના લોકો જીવનમાં ઉતારે અને વધુને વધુ યુવાનો એનસીસીમા જોડાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.