Abtak Media Google News

ટાયર બદલવામાં ઉપયોગ ટોઈંગ મશીનના પણ ધાંધીયા

તિરૂપતીથી હૈદરાબાદ આવતા પ્લેનમાં લેન્ડીંગ સમયે ચારે ચાર ટાયર ફાટી જતા ૭૭ મુસાફરોનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. આ દુર્ઘટનાનું કારણ રન વે બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતુ જયારે એરપોર્ટ બે રનવે ધરાવે છે. પરતુ સુત્રોએ જણાવ્યું હતુ કે બીજા રન વેમાં રાત્રે લેન્ડીંગ કરવાની સુવિધા નથી અને આ રન વેનો ઉપયોગ ત્યારેજ કરવામાં આવે જયારે પહેલામાં કોઈ કામ ચાલી રહ્યું હોય ઈન્ડીગોનું કહેવું છે કે એક જ ટાયર ફાટયું હતુ ત્યારે જીએમઆર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લીમીટેડે જણાવ્યું હતુકે ચારે ચાર ટાયર ફાટી ગયા હતા.

હૈદ્રાબાદ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતુ કે એરક્રાફટ રીકવરીથી સુરક્ષીત રૂપે ટાયર બદલી દેવામાં આવ્યા છે. જોકે ટાયર બદલવામાં મોડુ થયું હતુ કારણ કે ઈન્ડીગોનું ટોઈંગ સાધન વ્યવસ્થિત હતુ નહી મહાદુર્ઘટના થતી બચી ગઈ હતી. જમણુ અને ડાબુ બંને ટાયર ફાટતા ફલેન તેની ફશંદ વળે ઘસડાયું હતુ ઘણા પેસેન્જરોને ગંભીર ઈજા પણ થઈ હતી. એરપોર્ટ પર ઝગડાનો માહોલ પણ ઘેરાયો હતો. ઘટનાના એક કલાક બાદ પેસેન્જરોને બેસવાની જગ્યા જ બચી ન હતી.

દિલ્હી એરપોર્ટ ઉપર અફરાતફરી: હજારો પ્રવાસીઓના સામાન ગોટે ચડયા

પ્રવાસીઓમાં હેમા માલીની, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવ પણ શામેલ

એરપોર્ટ પર મુસાફરોના લગેજમાં પાવરબેંક, જેવી પ્રતિબંધીત વસ્તુઓ સાતે લઈ જવાને કારણ બેગની ચેકીંગ ચાલી રહેલી હતી ત્યારે લાઈનમાં ઉભેલા વ્યંકિતઓ રાહ જોઈ રહ્યા હતા તે દરમ્યાન હજારો મુસાફરોના બેગ આડાઅવડા થઈ જતા લોકો રોષે ભરાયા હતા.

ત્યારે પેસેન્જરોએ ટવીટર પર ટવીટ કરી નારાજગી દર્શાવી હતી વિસ્તારા એરલાઈન્સે જણાવ્યું હતુ કે ઘણી વખત મુસાફરો પ્રતિબંધીત વસ્તુઓ ફલાઈટમાં લઈ જતા હોય છે. માટે લગેજ હેન્ડલીંગ સીસ્ટમ બનાવવામાં આવી છે.આ પેસેન્જરોમાં એક અભિનેત્રી, ભાજપના એમપી હેમા માલીની અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી અખીલેશ યાદવ પણ સામેલ હતા દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જણાવ્યું હતુ કે બેગની તપાસણીની સંખ્યા વધી જતા સામાનમાં ગોટાળો થયો હતો. પ્લેનમાં સીગરેટ, પાવર બેંક, લુઝ લીથીયમ બેટરી જેવી વસ્તુઓ ભર પ્રતિબંધ છે કારણ કે તેનાથી આગ લાગી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.