Abtak Media Google News

સેટેલાઇટ ઇમેજના આધારે અમેરિકન ગુપ્તચર તંત્રનો દાવો:૧૬ મથકો પર બેલાસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રોગ્રામ નોર્થ કોરીયાએ શરુ કયો

હજુ એક અઠવાડીયા પહેલા જ નોર્થ કોરિયાએ અમેરિકા પર નિશાન સાંધી ચેતવણી  આપી હતી કે, જો તે કડક આર્થિક નિયમો નહિ હટાવે તો પરમાણું હથિયાર બનાવવાનું ફરી શરુ કરી દેશે. ત્યારે સેટેલાઇટ ઇમેજના આધારે અમેરિકન ગુપ્તચર તંત્રએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ ૧૬ મથકો પર બેલાસ્ટિક મિસાઇલ બનાવવાનું શરુ કર્યુ છે.

ઉલ્લેખની છે કે આ વર્ષે ગત જુન માસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અને નોર્થ કોરિયાના શાસક કિમ-જોંગ-ઉન વચ્ચે સિંગાપોરમાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં નોર્થ કોરિયાએ વચન કર્યુ હતું કે તે કોરિયાઇ પ્રાયદીપના તનાવને ઓછો કરવામાં પ્રયત્ન કરશે અને પરમાણુ હથિયાર બનાવવાનું બંધ કરી દેશે તેમ છતાં નોર્થ કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ બનાવવાનું શરુ કરતા અમેરિકનને તેને  છેતરપીંડી ગણાવી છે.

અમેરિક ગુપ્તચર તંત્રે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, નોર્થ કોરિયાઓ પહાડીઓની વચ્ચે ગુપ્ત જગ્યાઓએ બેલાસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રોગ્રામ શરુ કર્યો છે.

યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટંમ્પ અને કોરિયાઇ શાસક કિમ-જોંગ-ઉન વચ્ચે બેઠક બાદ બન્ને પક્ષો વચ્ચે સહમતિ સંધાઇ હતી અને આ પ્રમાણે નોર્થ કોરિયાએ પરમાણું હથિયારો બનાવવાનો પ્રોગ્રામ બંધ કર્યો હતો તો સામે અમેરિકાએ નોર્થ કોરિયા પર લાદેલા આર્થિક પ્રતિબંધો હટાવવા પર સહમતિ દાખવી હતી પરંતુ અમેરિકાએ આ પ્રતિબંધ ન હટાવતા નોર્થ કોરિયાએ ફરી પરમાણું કાર્યક્રમ શરુ કરી દીધો છે. અને આ કાર્યક્રમ આગળ વધારવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.