Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ૨ાણ ગામે અઢી વર્ષની બાળકી અચાનક ૧૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર ૨૫ થી ૩૫ ફૂટ ઊંડે ફસાયેલ બાળકીને બચાવવા ૧૦૮ અને દ્વારકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્કયુની કામગીરી હાથ ધરાઈ છે. ઘટના સ્થળે દ્વારકા પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ દોડી ગયા હતા. બાળકીના બચાવ કાર્ય માટે ડીફેન્સ, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. પાસેથી મદદ માંગવામાં આવી છે.

મહેન્દ્ર કક્ક્ડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.