Abtak Media Google News

ટોળાએ મેદાને બાનમાં લઈ આતંક મચાવી પોલીસ કર્મીને માર માર્યો: એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પા

ધાંગધ્રા તાલુકાના કોટ ગામે જુગારની બાતમીની આધારે દડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર ટોળાય હુમલો કરતા ઝાલાવાડ પંથકમાં ખડભળાત મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે.

Screenshot 1 44

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજ બપોરે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પોલીસ પર હુમલો થયા કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો છે.

Screenshot 5 11

આ અંગે મળતી વધુ વિગત મુજબ પોલીસને મળેલી બાતમીને આધારે કોઢ ગામના મેળામાં કોઈ અજાણ્યા શખ્સો જુગાર રમતા હોવાનુ જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે કોઢ ગામમાં મેળાના જુગારધામ પર દોરોડો પાડવા પહોંચી હતો. જ્યાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો.

Screenshot 4 19

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં પોલીસ કર્મચારી મહિપતસિંહ ડોડિયાને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.