Abtak Media Google News

પોથીયાત્રા, સત્સગીજિવન કથા,ગૌપૂજન,અન્નકુટોત્સવ, રાજોપચારપૂજન, મહાવિષ્ણુયાગનો હજારોને ધર્મલાભ

એસજીવીપી ગુરુકુલના પુરાણી સ્વામી  ભક્તિપ્રકાશદાસજી સ્વામી   પાવન સ્મૃતિમાં ગોપીનાથજી મહારાજ સમક્ષ અન્નકૂટોત્સવ ગોપૂજન અને  રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચારેય વેદ, શાસ્ત્ર, પુરાણોના પાઠ અને વૈદિક પુરુષ સુકતથી પૂજન અને વૈદિક વિધિ સાથે અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય, રાસ વગેરે ઉપચારોથી અને મૂર્તિ ઢગ ઠાકોરજીનું ફૂલોના પાંખડીઓથી પૂજન કરવામા આવેલ 11 કુંડી મહાવિષ્ણુયાગ કરવામાં આવેલ.

Advertisement

આ પાવન પ્રસંગે  આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભાવભીનુ સ્વાગત કર્યું હતુ. ભક્તિપ્રકાશદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા  રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના બાળક જેવા નિર્દોષ અને અજાતશત્રુ હતા.

મહાવિષ્ણુયાગનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે યજ્ઞકુંડ એ પરમાત્માનું સ્વરુપ છે. યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ શા.માધવપ્ર્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ સર્વની સુખાકારી માટે સમૂહ પ્ર્રાર્થના કરી હતી.

ઉત્સવ દરમ્યાન ગોપીનાથજી મહારાજને નિત્ય ચંદનના વાઘા, નિત્ય થાળ તથા સંતો તથા સાંખ્ય યોગી બહેનોને રસોઇ એસજીવીપી ગુરુકુલ તરફથી દરરોજ અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.