Abtak Media Google News

INIFDરાજકોટ ના ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ તેમની કોઠા સુઝથી અદભૂત અકલ્પનિય ફર્નિચર , લાઇટ્સ , ઝુલા , ચિત્રો , ડિઝાઇનર પ્લાન્ટર (કુંડાઓ) વેસ્ટેજ માંથી બનાવેલ ટેબલ , ખુરશી , લેમ્પ , કોર્નર , ડેંન્ગીંગ , ટેસ્ટટ્યુબમાં છોડ , ફાયર સેફ્ટીના બાટલામાંથી કોફી ટેબલ વગેરે આઇડિયાથી બનાવેલ અનોખું માણવા લાયક પ્રદર્શન

Dsc 4186 Scaled

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. માત્ર એક દિવસ વૃક્ષો વાવી પર્યાવરણની ઉજવણી કરવાને બદલે રાજકોટની INIFD (ઈન્ટરનેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇન ) ના ઇન્ટિરિયર ડિઝાઇનના 150 થી વધુ વિદ્યાર્થીઓએ એવું વિચાર્યું કે માત્ર એક દિવસ નહીં આખો જુન મહિનો પર્યાવરણને અનુલક્ષી ઉજવી લોકોને અનોખી રીતે પર્યાવરણ જાગૃતિ તરફ વાળવા જોઇએ , એ વિચારને અમલમાં મૂકી ’ વિશ્વ પર્યાવરણ મહિનો ’ ની થીમ અને વિવિધ આઇડિયા સાથે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી (પર્યાવરણને સુસંગત) , વૈવિધ્યસભર અને એકદમ અનોખી રાચરચીલી અને ટકાઉ વસ્તુઓ ત્રણ મહિનાની સખત મહેનત કરી બનાવી છે જેનું પ્રદર્શન જાહેરજનતા માટે વિનામુલ્યે યોજાવા જઇ રહ્યા છે.

Dsc 4198 Scaled

INIFD રાજકોટ ના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે , આ યુગમાં જ્યારે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ , આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય અધોગતિ સાથે કામ કરી રહ્યું છે ત્યારે આ સમય છે કે આપણે પરિસ્થિતિની તીવ્રતાને સમજી અને ટકાઉ પર્યાવરણ – મૈત્રીપૂર્ણ ભવિષ્ય તરફ સ્થિર પગલાં લઈએ . ગ્રાહકો ઇકો – ફ્રેન્ડલી બન્યા છે .

Dsc 4192 Scaled

આ પ્રદર્શનમાં INIFD રાજકોટ ના ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુલક્ષીને ઓછી જગ્યામાં ઘર , ઓફિસ વગેરે જગ્યાએ વાવી શકાય તેવા ઇકો ફ્રેન્ડલી ડિઝાઇનર પ્લાન્ટર (કુંડાઓ) , રો મટીરિયલ માંથી બનાવેલ કલાત્મક લાઇટ્સ , સુતળી – દોરી અને લાકડાના વેસ્ટેજ કટકાઓમાંથી બનાવેલ મનમોહક ખુરશી ટેબલ , ફાયર સેફ્ટીના જુના બાટલામાંથી બનાવેલ અનોખા પ્રકારનું કોફી ટેબલ , હાથ ચિત્રો વૃક્ષના નકામાં થડમાંથી બનાવેલ ટેબલ , નકામી ટેસ્ટટ્યુબ નો લાજવાબ ઉપયોગ કરી ડેકોરેટીવ પ્લાન્ટર અને તેમાં રોપાઓ , ઇન્ડોર પ્લાન્ટ , માટીના ડેન્ગીંગ , ઇલેક્ટ્રિક બલ્બનો પર્યાવરણ લક્ષી સુંદર ઉપયોગ ઉપરાંત ખુરશી , ડાઇનીંગ ટેબલ , બુક સેલ્ફ , કલાત્મક કોર્નર ટેબલ વગેરે લાકડુ , લોખંડ , દોરી સુતળી , માટી વગેરે માંથી અદભૂત રીતે ઘર કે ઓફિસ સજાવટમાં ઉપયોગી બની શકે તેવું ઇકોફ્રેન્ડલી રાચરચિલું બનાવ્યું છે . આ પર્યાવરણ લક્ષી તદ્દન અનોખું પ્રદર્શન તા . 11,06,2022 ને શનિવાર તથા 12,06,2022 ને રવિવાર એમ બે દિવસ સવારે 10 થી રાત્રે 8 સુધી , શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી , રેસકોર્સ ખાતે જાહેરજનતા માટે વિનામુલ્યે યોજાશે , જેનો બહોળી સંખ્યામાં અચૂક લાભ લેવા જેવો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.