Abtak Media Google News

બૉલીવુડ અને ઢોલિવૂડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે જાણીતા ચહેરા આ યાદી માં જોડાઈ ચૂક્યા છે. `છેલ્લો દિવસ`ની ચહિતી જોડી રીયલ લાઈફમાં પણ કપલ બની ગયા છે. હા,  યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં પ્રેમ વ્યક્ત કર્યો છે.

બંનેને તેમના પરિવારના પણ આશીર્વાદ મળી ગયા છે. કપલે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કર્યા હતા. આ ખબર સાંભળી માત્ર ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ફેન્સ પણ ખુશ થયા છે અને તેમના પર અભિનંદનનો વરસાદ કર્યો છે. ‘છેલ્લો દિવસ’ની આ જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારે બંને એ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકૃતિ આપી દીધી છે.

Screenshot 9

યશ અને જાનકી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાથે ક્યુટ ફોટો શેર કરી બંનેના રિલેશન વિશેની ઓફિશિયલ જાણકારી આપી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને તેની જાહેરાત કરતાં આનંદ થયો! અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર’. યશ સોની અને જાનકી બોડીવાલા હવે લગ્નના બંધનમાં ક્યારે બંધાશે તે અંગે કોઈ જાણકારી આપી નથી.

બંનેની ફિલ્મોની વાત કરીએ તો, યશ સોની ‘છેલ્લો દિવસ’ સિવાય ‘શું થયું?’ અને ‘ચાલ જીવી લઈએ!’માં જોવા મળ્યો હતો. જેમાંથી ‘ચાલ જીવી લઈએ!’ ગુજરાતી દર્શકોને ખૂબ ગમી હતી.  ફિલ્મે ન માત્ર બોક્સઓફિસ પર સારું કલેક્શન કર્યું પરંતુ તે જોનારાને તેની પિતા પુત્રની પ્રેમ ભાવનાએ રડાવી પણ દીધા. બીજી તરફ જાનકી બોડીવાલા ‘ઓ તારી’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો ‘રાધાને શ્યામ’માં પણ જોવા મળી હતી.

Screenshot 6 1

Screenshot 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.