Abtak Media Google News

બધા ફોર્મેટ મળીને રવિન્દ્રને ૧૦૦૦૦ રન પુરા કરવામાં માત્ર ૧૧૩ રન ખૂટે છે

બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી માટે ચેન્નઈ સુપર કિંગ્સ સંપૂર્ણપણે તૈયાર છે. એમ. એસ. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ બે વાર આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે અને હવે તેનો ઇરાદો ફરી એક વાર ચેમ્પિયન બનવાનો છે. આવું સંભવ પણ છે, કારણ કે ચેન્નઈ પાસે એક-એકી ચઢિયાતા ખેલાડી છે. સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, ફાફ ડુ પ્લેસિસ આ ટીમ સો જોડાયેલા છે. એમ તો આ સિઝન દરમિયાન ચેન્નઈના કેટલાક ખેલાડી આ રેકોર્ડ્સ બનાવી શકે છે.

એમ. એસ. ધોની:ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન ધોની આઇપીએલ દરમિયાન ૪૦૦ ચોગ્ગા પૂરા કરી શકે છે. ધોનીના નામે ફોર્મેટમાં ૩૯૦ ચોગ્ગા લખાઈ ચૂક્યા છે.

સુરેશ રૈના:આઇપીએલમાં સુરેશ રૈના અત્યાર સુધીમાં ૮૬ કેચ ઝડપી ચૂક્યો છે. જો આ સિઝનમાં વધુ ૧૪ કેચ ઝડપી લેશે તો તે ઈંઙકમાં ૧૦૦ કેચ ઝડપનારો પહેલો ફિલ્ડર બની જશે. સો જ એક બેટ્સમેન તરીકે રૈના વધુ ૧૭૫ રન બનાવી લેશે તો તેના પ્રોફેશનલ ક્રિકેટમાં ૨૨,૦૦૦ રન પણ પૂરા ઠઈ જશે.

રવીન્દ્ર જાડેજા:આઈપીએલની આ સિઝનમાં વધુ ૧૨ મેચ રમતાં જ રવીન્દ્ર જાડેજાની આઈપીએલ મેચની સંખ્યા ૧૫૦ની ઈ જશે. આ સો જો જાડેજા વધુ ૧૧૩ રન બનાવશે તો તેના બધા ફોર્મેટમાં મળીને ૧૦,૦૦૦ રન પૂરા ઈ જશે.

શેન વોટ્સન:ચેન્નઈ સુપર કિંગ્સ તરફી પહેલી વાર રમી રહેલો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટ્સન જો આ વખતની આઈપીએલમાં ૧૨૯ રન બનાવી લેશે તો તેની પ્રોફેશનલ કરિયરમાં ૨૪,૦૦૦ રન પૂરા ઈ જશે.

ફાફ ડુ પ્લેસિસ:આ ખેલાડીને ફોર્મેટમાં પોતાના ૪૦૦૦ રન પૂરા કરવા માટે ફક્ત ૧૪૫ રનની જરૂર છે. આશા છે કે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ચેન્નઈ તરફી સારું પ્રદર્શન કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.