Abtak Media Google News

અત્યાર સુધીમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની ૧૦ એડીશન રમાઈ ચૂકી છે હવે ૨૦૧૮માં ૧૧મી એડીશન રમાશે

બેંગ્લોરમાં આઈપીએલ (ઈન્ડીયન પ્રીમીયર લીગ)ની ફ્રેન્ચાઈઝીની હરરાજી આગામી તા.૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ થશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આઈપીએલની ૧૦ એડીશન રમાઈ ચૂકી છે. હવે ૨૦૧૮માં ૧૧મી એડીશન રમાશે આઈપીએલની પોપ્યુલારીટી લગાતાર વધતી રહી છે.

ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (બીસીસીઆઈ)ના અધિકારીઓના જણાવ્યા મુજબ આઈપીએલ ૧૧ માટેની ફ્રેન્ચાઈઝીઓ માટેની બોલી આગામી તારીખ ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ લાગશે આ ઈવેન્ટ હાઈટેક સીટી અને કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં યોજાશે.

ટોચના તમામ ખેલાડીઓની આઈપીએલ માટે હરાજી થશે અહી અગાઉની તમામ આઈપીએલ હરાજી યોજાઈ હતી.

અગાઉ દરેક આઈપીએલ ટીમનું બજેટ ૬૬ કરોડ રૂપીયા હતુ તે વધારીને ૮૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.