ધોરાજી આવતીકાલથી બે દિવસ સજ્જડ બંધ, વેપાર ઉદ્યોગ મહામંડળનો નિર્ણય

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે ધોરાજી આવતી કાલ શનિવાર તેમજ રવિવાર સંપૂર્ણપણે બંધ પાળશે તેઓ નિર્ણય સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો.

ધોરાજીમાં કોરોના નું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે તેને અંકુશમાં લાવવા માટે તાત્કાલિક અસરથી સ્વયંભૂ ધોરાજીના તમામ ધંધા-રોજગાર બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે ધોરાજીના ૩૦ જેટલા વિવિધ એસોસિયેશનના પ્રમુખ શ્રી તેમજ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
.જે અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તમામ વેપારીઓ લારી ગલ્લા વાળાઓ પણ કોરોના મહામારીને સમયને ધ્યાનમાં રાખી બે દિવસ સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ વિનંતી કરી હતી.