ધોરાજી: ગિરનાર સફાઈ અભિયાન યુથ હોસ્ટેલ્સ એશો. ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયું

 

યુથ હોસ્ટેલ્સ ધોરાજી શાખા દ્વારા ગિરનાર પરિક્રમા પછી વન વિભાગના સહકારથી જંગલ સફાઈ , પર્યાવરણ શિબીરનું આયોજન કરેલ છે.

 

યુથ હોસ્ટેલ્સ ધોરાજી યુનિટ વર્ષોથી  ગિરનાર પરીક્રમાના રૂટ પર  સફાઈ અભિયાનનું કામ કરે છે . આ સ્થિતિથી આપણા લોકો યુવાનો માહિતીગાર થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી છેલ્લા 28 વર્ષથી સફાઈ અભિયાન અને પર્યાવરણ શિબીર યુથ હોસ્ટેલ્સ આયોજન કરે છે . આ 28 માં વર્ષે 2-3-4 ડિસેમ્બર 2022, 100 જેટલા યુવાનોને સાથે રાખી સફાઈ અભિયાન અને પર્યાવરણ શિબીરનું આયોજન  કરવામાં આવ્યું હતુ.

યુવાનોમાં સાહસીક પ્રવૃત્તિ ખીલે , સૃષ્ટિ , સૌંદર્ય પામતા , યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતને જાગૃત કરી દેશના જુદા જુદા વિસ્તારોમાં જ્ઞાનવર્ધક કાર્યક્રમો , પગપાળા પ્રવાસ , પર્વતારોહણ અને પ્રકૃતિ શિબીરો વિગેરે પ્રવૃત્તિને પોષતી અને કુદરતનો ખોળો ખુંદવાને દુનિયાને સાચા અર્થમાં જોવા માણવા નિકળેલ મસ્તી , આનંદ સાથે ધબકતા લોકોજીવનનો અહેસાસ કરાવવા યુવાનોને પર્યાવરણની સાચી સમજ આપવાનો ચુથ હોસ્ટેલ્સનો આ એક પ્રયાસ છે.