Abtak Media Google News

ગોંડલમાં વ્યસ્ત શુટીંગ શિડયુલ, રોકાણ દરમિયાન કાર્તીકને રાજકોટ લાગ્યું રૂડુ રૂડુ

 

રાજકોટ નગરી મને લાગે બહુ પ્યારી ગોંડળમાં હિન્દી કોમેડી ફિલ્મના શુટીંગ માટે ગોંડલ આવેલા ભૂલભૂલૈયાના ‘રૂ બાબા’ પાત્રથી લાકેપ્રિય બનેલ બોલીવુડના યુવા કલાકાર કાર્તિક આર્યન રાજકોટની જાણીતી હોટેલ ઈમ્પીરીયલમાં મહેમાન ગતી માણી રહ્યા છે. સાથી અભીનેતાની ટીમના કાર્તિક, કયારા, સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રિયા પાઠક રાજપાલ યાદવના કાફલા સાથે કાર્તિક આર્યન શિડયુલમાં ભારે વ્યસ્ત છે.

ગોંડલના ઐતિહાસીક પેલેસમાં ચાલી રહેલા શુટીંગમાં ભારે ઓતપ્રોત કાર્તિક આર્યન રાજકોટની હોટલ ઈમ્પીયરીયલ પેલેસમાં રોકાયા છે.કાર્તીક આર્યન અને કલાકારોની ટીમને રાજકોટ શહેરનું વાતાવરણ ખાનપાન અને શહેરની સુઘડતા ભારે ગમી ગઈ છે. 15 દિવસના શુટીંગ શીડયુલ વચ્ચે રાજકોટને નજીકથી નીહાળનાર કાર્તિક રાજકોટ પર ફીદા ફીદા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.