Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરમા તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ માત્ર નાના અમથા શહેરમા અનેક તબીબો દ્વારા પ્રાઇવેટ હોસ્પીટલો ખુલ્લા મુકી લોકોને રીતસર લુંટવાનો પ્રયાસ કરતા નજરે પડે છે એટલુ જ નહિ પરંતુ આ તમામ ખાનગી હોસ્પીટલના તબીબો પોતાની હોસ્પીટલોમા અનેક ગેરકાયદેસર સરકારના નિયમો વિરુધ્ધની પ્રવૃતિ ચલાવતા અનેક કિસ્સાઓ પણ પ્રકાશમા આવ્યા છે જેમા હાલમા જ ધ્રાંગધ્રા શહેરની ખાનગી જૈન મેટરનીટી નામની પ્રજ્ઞેશ ખેડાવાલા તબીબની હોસ્પીટલમા એક મજુર દંપતિના જીવીત બાળકને મૃત જાહેર કરી બાળક તશ્કરીનુ કૃત્ય કરવા માટે પ્રયાસ કરેલ હતો ત્યારે ધ્રાંગધ્રા શહેરની કેટલીક ખાનગી હોસ્પીટલોમા સોનોગ્રાફી મશીનોમા ગભઁ પરીક્ષણ અને ભૃણહત્યા જેવા કૃત્યો પણ ચાલે છે ત્યારે વધુ એક ધ્રાંગધ્રાની જીંદગી હોસ્પીટલ નામની ખાનગી ક્લીનીકમા સોનોગ્રાફી મશીન તંત્રના અધિકારીઓ દ્વારા સીલ કરાવાયુ છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુગબ ધ્રાંગધ્રા શહેરની જીંદગી હોસ્પીટલમા રહેલા સોનોગ્રાફી મશીન દ્વારા અનેક મહિલાઓનુ ગેરકાયદેસર પરીક્ષણ થતુ હોવાની માહિતી જીલ્લા આરોગ્ય તંત્રને મળતા પી.ડી.પરમાર સહિતના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમા તંત્રના અધિકારીઓને હોસ્પીટલમા થયેલા પરીક્ષણની જાણ થતા તપાસ દરમિયાન હોસ્પીટલમા ખરેખર આ પ્રવૃતિ ચાલતી હોય તેવે પુરુવા મળતા જ જીંદગી હોસ્પીટલના સોનોગ્રાફી મશીનને સીલ કરવામા આવ્યુ હતુ જ્યારે આ જીંદગી હોસ્પીટલના તબીબ અગાઉ પણ નશઁ સ્ટાફ સાથે છેડતીના પ્રયાસ તથા દુષ્કઁમની કોશીસ કરતા હોવાનો વિડીયો વાયરલ થતા બદનામ થયા છે ત્યારે ખાનગી હોસ્પીટલમા વધુ એક નિયમો વિરુધ્ધની પ્રવૃતિ ચાલતી હોવાથી મશીન સીલ કરાયુ છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે તંત્રના ઉચ્ચ અધિકારીઓ મશીન સીલ કરવા સુધીની જ કાયઁવાહી કરે છે કે પછી તબીબ વિરુધ્ધ પણ કઇ પગલા મંડાય છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.