Abtak Media Google News

ધ્રાંગધ્રા સબજેલ કેદીઓ માટે સ્વર્ગ સમાન તો હતુ જ પરંતુ આ સબજેલને સ્વર્ગ બનાવવા માટે સૌથી મોટુ યોગદાન અહીંના પ્રશાસનનું જ કહી શકાય કારણકે જે દારૂની ગુજરાત રાજયમાં બંધી છે તેવો વિદેશી તથા દેશી દારૂ ધ્રાંગધ્રાની સબજેલમાં આરામથી મળી જતો હતો ત્યારે માત્ર દારૂ જ નહીં પરંતુ અન્ય પ્રતિબંધિત ચીજ વસ્તુઓ જેમ કે પાન, બીડી, સીગ્રેટ, તમાકુ અને મોબાઈલ પણ જેલના કમ્પાઉન્ડમાં ઘુસેડવામાં આવતા હતા.

આ તમામ ચીજવસ્તુઓને જેલ સુધી પહોંચાડવાનું કામ તો બહારના લોકો કરતા હશે પરંતુ સબજેલમાં પ્રવેશ માત્ર જેલનું પ્રશાસન જ કરી શકે.છેલ્લા કેટલાક સમયથી ચાલતી ડીંડકપ્રથા જેલમાં દરોડા કર્યા બાદ પણ યથાવત હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા જુણશો ઉર્ફે જુશબ અબ્બાસભાઈ ભટ્ટી સાથે અન્ય બે શખ્સોને સબજેલના અંદરથી દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. જયારે જુણશો ઉર્ફે જુશબ ભટ્ટી પાસે એક મોબાઈલ પણ મળી આવ્યો હતો.

સીટી પોલીસના સ્ટાફ દ્વારા દરોડો કરનાર પોલીસકર્મીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જેલની અંદરથી જુણશો ઉર્ફે જુશબ ભટ્ટીને દારૂ પીધેલી હાલતમાં ધ્રાંગધ્રા સીટી પોલીસના પીઆઈ એન.કે.વ્યાસને ફોન કર્યો હતો. જેથી પીઆઈ દ્વારા તુરંત દરોડામાં મોબાઈલ તથા પીધેલી હાલતમાં ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. તેવામાં હજુ આ બાબતની શાહી સુકાઈ નથી ત્યારે વળી સબજેલના કેટલાક કેદીઓએ અહિના પોલીસગાર્ડના વિરોધમાં આંદોલન શરૂ કર્યા હતા.

સબજેલની અંદર જ ભુખહડતાલ શરૂ કરી દીધી હતી. જોકે ડે.કલેકટર સહિતનાઓની સમજાવટ બાદ મામલો થાળે પડી ગયો હતો છતાં આજથી ધ્રાંગધ્રા સબજેલમાં રહેલા કાચા કામના કેદીઓની મુલાકાત કરવા આવતા પરીવારજનોની મુલાકાત બંધ કરાવી દીધી હતી. જેથી કેટલાક કેદીઓના સ્વજનોને પાછા ફરવું પડયું હતું. જેલના પ્રશાસન દ્વારા આંદોલન કરતા કેદીઓને પરેશાન કરવાનો નવો કિમીયો કાઢતા કેદીઓ રોષે ભરાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.