Abtak Media Google News

ઝાલાવાડની ભોમકા પવિત્ર, સુખી અને પારદર્શક હોવાનું માનવામાં આવે છે. જેથી અહીં રહેતા લોકો પણ એટલા જ પારદર્શક છે. જેથી ઈશ્વર ઝાલાવાડને એક એવું ઉતમ કુદરતી હવા આપી છે જયાં સફેદ સોના તરીકે ગણાતા કપાસનો મબલક પાક જોવા મળે છે. ત્યારે ઝાલાવાડના મધ્ય એવા ધ્રાંગધ્રા પંથકમાં સૌથી વધારે કપાસનું વાવેતર થતું હોવાનું પણ જોવા મળે છે. પરંતુ ધ્રાંગધ્રા પંથકને હજુ સુધી એપીએમસીની સુવિધા મળી નથી. અહીં કપાસના વાવેતર સમયે પંથકના દરેક ખેતરો તથા વાડીઓમાં ચારે તરફ કપાસના વાવેતર જ નજરે પડે છે. જેથી સ્પષ્ટ થાય છે કે અહીં કપાસનું ઉત્પાદન પણ અનેકગણુ હશે.

કપાસની મબલક આવકના લીધે અહીં કેટલીક સ્પીનીંગ મિલો પણ નાખવામાં આવી છે. જયારે કપાસની લે-વેચ કરતા કેટલાક કોટન જીન પણ આવેલા છે પરંતુ લોકોને કપાસના પાકનું વાવેતર કર્યા બાદ તેને વહેચાણ કરવું ખુબ જ મુશ્કેલ છે. કારણકે પ્રાઈવેટ જીનના માલિકો ખેડુતોને ખુબ જ નીચા ભાવે કપાસની ખરીદી કરે છે અને એપીએમસી નહીં હોવાને લીધે ખેડુતો મુંઝાય છે જોકે ધ્રાંગધ્રાથી ત્રીસ કિમીના અંતરે આવેલા હળવદ તાલુકામાં એપીએમસીની સુવિધા છે પરંતુ ખેડુતોને કપાસ ત્યાં લાવવા-લઈ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખેડુતોની આવક કરતા જાવકમાં વધારો થાય છે.

જયારે ખેડુતોની આ મુશ્કેલીનો ફાયદો ઉઠાવી જીન માલિકો ખુબ જ નીચા ભાવે કપાસનો ભાવ ભરે છે ત્યારે અંદાજે એક દશકાથી માત્ર વાતોમાં જ દેખાતુ ધ્રાંગધ્રાનું એપીએમસીના પાયા હજુ સુધી ખોદાયા નથી. ત્યારે આ વિવાદનો અંત આવ્યા બાદ એક જ પક્ષના બે રાજકીય નેતાની અથડામણમાં હજુ સુધી એપીએમસીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. બાદમાં આ એપીએમસીનું ખાતમુહૂર્ત કરાયું તેને અંદાજે બે વર્ષ થયા છતાં પણ એપીએમસીની જગ્યામાં હજુ સુધી એક ઈંટ પણ મુકાઈ નથી. જેથી ધ્રાંગધ્રા પંથકના ખેડુતોને હજુ કેટલા વર્ષ સુધી પોતાના ઘર આંગણે બનતા એપીએમસીને વાટ જોવી પડશે તે તો સરકારી તંત્ર જ કહી શકે પણ વર્ષોના વારણા વિતી ગયા છતા હજુ ધ્રાંગધ્રાનું એપીએમસી નહીં બનતા ખેડુતો માટે આ એપીએમસી માત્ર એક સપનું બનીને રહી શકે તે નકકી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.