Abtak Media Google News
  • ભવ્ય શોભાયાત્રા, કળશવિધિ, પુજા-પાઠ, યજ્ઞ સહિતના અવસરનો જામશે માહોલ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના અગ્રણીઓ, સંતો, મહંતો, આગેવાનો રહેશે ઉપસ્થિત
  • ત્રિ-દિવસીય મહોત્સવમાં અઢી લાખથી વધુ લોકો રહેશે ઉપસ્થિત

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સુરેન્દ્રનગર રોડ પર જી. આઇ. ડી. સી સામે સંત શ્રી દેશળ ભગતધામમાં જીર્ણોદ્ધાર કરી બનાવાયેલ કલાત્મક મંદિરમાં તા. 5 માર્ચ  મંગળવારથી 7 માર્ચ ગુરુવાર સુધી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રાજકોટની એક વખતની મવડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ  ભલાભાઈ ચૌહાણ ની રાહબરીમાં શ્રી દેશળ ભગત મંદિર નવનિર્માણ સમિતિ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક અને સૌરાષ્ટ્ર- ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વસતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડનાર છે. ત્રણ દિવસ દરમ્યાન ત્રણ લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને નિમંત્રણ અપાયેલ છે.

સંત શ્રી દેશળ ભગતધામમાં યોજાનાર ઐતિહાસિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ધાંગધ્રામાં તેમજ અન્યત્ર વસતા સેંકડો ભક્તો સ્વયંસેવક તરીકે કાર્યરત છે. શાસ્ત્રોકત વિધી આચાર્ય શાસ્ત્રી  મનીષ ભાઈ રાવલ (મોન્ટુ મહારાજ) જુનાગઢ અને તેમના સાથી ભૂદેવો કરાવશે. સ્થળ પર રાત દિવસ તૈયારી ચાલી રહી છે.

આયોજક અગ્રણી ભલાભાઈ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, સૃષ્ટિના રચયિતા શ્રી બ્રહ્મા-શ્રી વિષ્ણુ-શ્રી મહેશ અને દ્વારકાધીશની અસીમ કૃપાથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મુકામે સંત શ્રી દેશળ ભગત ની સમાધિ સ્થળનું મંદિર આવેલ છે. તેને 95 વર્ષ થયેલ છે. તે સ્થળ ઉપર સંત શ્રી દેશળ ભગત, સંત શ્રી લાલજીમહારાજ તથા ઇષ્ટદેવ શ્રીગણેશજી, શ્રીહનુમાનજી શ્રીશિવદરબારણી રામદરબાર, શ્રી રાધાકૃષ્ણનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ધ્રાંગધ્રાની ધરતી ઉપર ભજન અને ભોજન ભેખ ધરના સંત શ્રી દેશળ ભગત અને  લાલજી મહારાજની જયાં સમાધિ છે. તે સમાધિ સ્થળે નવનિર્મિત મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સવ આવ્યો છે.

ગુરુ કરતાં શિષ્ય સવાયો હોય છે. શ્રી લાલજી મહારાજએ શ્રી દેશળબાપુના દીકરા અને તેમના શિષ્ય છે. જેણે આ જગ્યાને આજીવન વ્રત-ધર્મપાળી જગ્યા દીપાવી છે.વધુમાં ભલાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અતિ ભવ્ય મંદિર પરિસરમાં શિલ્પકળાથી સુશોભિત જે પશ્ચિમ/દક્ષિણ ભારતીય સ્થાપત્યના સંગેમરમરમાં પંચ શિખરીય મંદિરમાં સંકલ્પિત મૂર્તિઓની પ્રતિષ્ઠાના આ ઉત્સવનો લાભ લેવા સર્વ ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે મંદિરમાં શ્રી રામ દરબાર,શ્રી શિવ પરિવાર અને શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પણ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભે પ્રથમ દિવસે તા.5 માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી મંદિરે પહોંચશે. શ્રી રામકૃષ્ણદાસજી     સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે. આકર્ષક ફ્લોટ્સ સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે. જે મૂર્તિઓ મંદિરમાં પધરાવાની છે તે પણ યાત્રામાં રાખવામાં આવશે. પહેલા મૂર્તિઓ યજ્ઞશાળામાં રાખવામાં આવશે. શાસ્ત્રોકત વિધિ બાદ મંદિરમાં પધરાવવામાં આવશે   અંદાજે બે કરોડના ખર્ચે મંદિરનો ર્જીણોધ્ધાર કરવામાં આવશે

જામનગરના મનસુખભાઇ ચૌહાણ અને રાજકોટના મહેશભાઇ ચૌહાણે  પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે,ધાંગધ્રાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા લાખો ભાવિકો મોટે ભોજન, આવાસ, પાર્કિંગ તેમજ પ્રાથમિક સુવિધાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યવસ્થામાં જી.આઇ.ડી.સી ના ઉધોગકારો શ્રમિકો. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકો સહયોગી બન્યા છે. આખો દિવસ યા વિતરણ ચાલુ રહેશે. સવારે નાસ્તો તેમજ બપોરે અને રાત્રે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. દરરોજ અલગ અલગ મીઠાઇ સાથે ગાંઠિયા,દાળ ભાત, શાક,કઢી,ખીચડી વગેરેનો મહાપ્રસાદ પીરસવામાં આવશે. આસપાસની મોટી જગ્યાઓમાં નાના મોટા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ અને સાંસ્કૃતિક

કાર્યક્રમ માટે અલગ અલગ બે જગ્યાએ મંચ બનાવવામાં આવેલ છે. સ્વામિનારાયણ મંદિર તેમજ જુદા જુદા સમાજની વાડી અને ખાનગી ગેસ્ટ હાઉસમાં ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી છે મહોત્સવ સ્થળે તબીબી ટીમ,એમ્બ્યુલન્સ.જનરેટર વગેરેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં યજમાનો સર્વે  ભલાભાઈ ચૌહાણ,જુનાગઢવાળા સંત લાલદાસબાપુ,કેતનભાઈ રાઠોડ,જામનગરના બાબુભાઇ ઝાલા, ધાંગધ્રાના ચંપાબેન જાદવ,ગોવિંદભાઇ સોઢા વગેરે પરિવારો જોડાશે.

વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નિમંત્રિત કરવામાં આવેલ છે જેમાં મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઇ પટેલ,ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, રાજ્યના પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા.વન પર્યાવણ મંત્રી   મુળુભાઈ બેરા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી  ભાનુબેન બાબરીયા.ગૃહ રાજ્ય મંત્રી  હર્ષભઈ સંઘવી, પૂર્વ કેબીનેટ મંત્રી  આઇ. કે જાડેજા,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે .

મહોત્સવના રાજકોટ સ્થિત સંકલન સહયોગી જનકલ્યાણ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ  અશોકભાઈ દિનેશભાઇ ડાંગરે પત્રકાર પરિષદમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.પત્રકાર પરિષદમાં ભલાભાઈ ચૌહાણ, મહેશભાઇ ચૌહાણ, પ્રવીણભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, કેતનભાઈ લાલભાઇ રાઠોડ, મનસુખભાઇ ચૌહાણ, વજુભાઈ એરડા, પરેશભાઈ પરમાર,ભાર્ગવભાઈ પઢિયાર,અનિલભાઈ બારડ) વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસ નામાંકિત કલાકારો બોલાવશે રમઝટ

ધાંગધ્રામાં મૂર્તિ મહોત્સવ નિમિતે તા. 5 અને 6 ના રોજ રાત્રે 9 વાગ્યે નામાંકિત કલાકારોની ભજન સંધ્યા (ડાયરો) રાખેલ છે. તા. 5 મંગળવારે દેવરાજ ગઢવી,હરેશદાન સુરુ,વાઘજી રબારી,ઘનશ્યામ મકવાણા, મીનાબા જાડેજા વગેરે કલાકારો તથા બીજા દિવસે તા. 6 બુધવારે રાત્રે માયાભાઇ આહીર, ગીતાબેન રબારી, વાઘજી રબારી વગેરે કલાકારો ભાગ લેશે

સંતોના દિવ્ય દર્શન અને આશિર્વાદનો લાભ

મહોત્સવમાં વઢવાણ મંદિર દૂધરેજના કનિરામદાસ બાપુ, પીપળીધામના  વાસુદેવ મહારાજ  આપગીગાનો ઓટલો, ચોટીલાના મહંત  નરેન્દ્રબાપુ, જૂનાગઢ ઉપલા દાતાર ટેકરીના  ભીમબાપુ,  બટુકબાપુ, ધાંગધ્રા દિગંબર સાધુ જગ્યાના  રાજેન્દ્રગીરી બાપુ રામમોલ જગ્યાના મહાવીરદાસજી મહારાજ, નારીયાણીયા હનુમાન મંદિરના મહંત રોહિતદાસ તુલસીદાસ,હળવદ નકલંકધામના દલસુખબાપુ ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામના શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી સહિત અનેક સંતો હાજર રહી દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. સર્વેને જાહેર નિમંત્રણ છે.

યજ્ઞની જવાળા પ્રગટશે શિખર પર કળશવિધિ

પ્રથમ દિવસે સવારે 11 વાગ્યે યજ્ઞશાળાનું ઉદઘાટન થશે. દેહશુદ્રી તેમજ ગણપતિ સહિતના દેવની પૂજા બાદ યજ્ઞની જવાળા પ્રગટશે. તે દિવસે બપોરે 3 વાગ્યે જલયાત્રા નીકળશે. સાંજે 6.30 વાગ્યે આરતી થશે. બીજા દિવસે બુધવારે સવારે 9 વાગ્યે વાસ્તુયજ્ઞ અને 12 વાગ્યે શિલારોપણ થશે. તા.7 ગુરુવારે સવારે 9 વાગ્યે શિખર પર કળશ ચડાવવાની વિધિનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યે શ્રદ્ધાપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. 1 વાગ્યે મહાઆરતી બાદ મહોત્સવની પૂર્ણાહુતી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.