Abtak Media Google News
  • વિદ્યાર્થીએ સમયનો ઉપયોગ અને વાંચનની સાચી રીતો અપનાવવી

ગુજરાત બોર્ડ પરિક્ષા માઘ્યમએ ખુબ મહત્વ પૂર્ણ અને ઘ્યાનમાં રાખવાના પગલાઓ યોગ્ય રીતની તૈયારીઓ બાળકોને એક સારી સફળતા તરફ વાળે છે. વિદ્યાર્થીઓના પરિશ્રમ જ નિરક્ષરતા ને માત આપવા ખુબ જ ઉપયોગી રહે છે. વાંચવામાં તો ટાઇમર લગાવી વાંચન કરી શકે છે. જયારે પ્રમેય, ગ્રામર, પ્રશ્ર્નો પત્રો વગેરે લખી યાદ રાખવું જોઇએ. આમ સિઘ્ધાંત બનાવી ચાલવું જોઇએ શાળાના શિક્ષકો વર્ષ દરમ્યાન ભણાવ્યા પછી પણ પરીક્ષા સમયે ખાસ મદદરુપ બને છે શાળાના વાતાવરણ દરમ્યાન ઘરે ભણવામાં બાળકને ઓછો આનંદનો અનુભવ થતો હોય છે શાળામાં વિષયો પર સમયસર ઘ્યાન અપાતું હોય છે. જયારે ઘરે શરુઆત કયાંથી કરવી એ વાતનો ભય રહે છે.

બાળકો તૈયારી સાથે વાંચન કરે છે અને બાળકોની કરેલ યોજનાથી અનુકરણ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વિદ્યાર્થીના સમયનો સદઉપયોગ અને સાચી રીત-ભાત થી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેનાથી ભણતરમાં આગળ આવી નિયમીતતા કેળવવી એ મહત્વનું છે.

બોર્ડની પરીક્ષા જેમ નજીક આવે છે એ સમયે ડિપ્રેશનનો અનુભવ બાળકમાં જોવા મળે છે. માનસીક રીતે પરિવારમાંથી પણ બાળકને ટેન્શન પ્રેસર અપાતું હોય છે. જેની અશર બાળકના પરિણામ પર જોવા મળે છે. આ સમયની મહેનત બાળકની પ્રગતિને આગળ લાવવામાં મદદરુપ બને છે. સાથો સાથ ઘરના સભ્યો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો સુખી વાતાવરણ ઘરમાં ઉભુ કરવુ એ માતા-પિતા અને ઘરના સભ્યોની જવાબદારી હોય છે.

એક સફળ વિદ્યાર્થીની ઓળખાણ એની પોતાની આકરી ખાસ મહેનતથી હોય છે. આ સમયે મોબાઇલ નો ઉપયોગ ટાળવો, મનોરંજનના સાધનો જેમ કે ટી.વી. રેડીયો ગેમ્ થી દુર રહેવું જેથી વાંચન અને લેખન કરેલ ભણતર બાળક પરિક્ષામાં સારી રીતે લખી શકે.

:: લેખન-સંકલન ::
ડો. ભગવતી આર. વાઘેલા
પ્રમુખ-શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ, રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.