Abtak Media Google News
  • બ્રહ્માકુમારીઝ- આધ્યાત્મિક સંસ્થા દ્વારા માનવીય સેવાના અભિગમ સાથે તૈયાર કરવામાં આવેલી એનીમેશન મુવી બ્રહ્મા બાબા પર આધારિત

બ્રહ્માકુમારીઝ- આધ્યાત્મિક સંસ્થા દ્વારા માનવીય સેવાના અભિગમ સાથે તૈયાર કરવામાં આવેલી આ એનીમેશન મુવી પ્રેરણા, સમજણ અને સમર્પણના કિરણો પ્રસરાવશે : ગુજરાત ઝોન ડાયરેકટર બ્ર.કુ. રાજયોગીની ભારતીદીદીના હસ્તે પ્રથમ શોનો શુભારંભ : રિલાયન્સ આઇનોકસ અને આઇનોકસ આર. વર્લ્ડમાં  શો

મનોચિકિત્સકોના મતે માનવીય મનનાં જે બે પ્રકાર છે કોન્સીયસ માઇન્ડ અને સબકોન્સીયસ માઇન્ડ આ બે પ્રકારોમાં જે સબકોન્સીયસ માઇડ છે એ સુપર પાવર ધરાવે છે, એ ચિત્રોની ભાષા વધુ સમજે છે અને આ માનવીય શક્તિને અધ્યાત્મશક્તિના સમન્વય સાથે ઉજાગર કરવાનું પવિત્ર કાર્ય આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા છેલ્લા 80 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સંસ્થાના મોટીવેશનલ તપસ્વી સ્પિકરો પરમાત્મા શિવપિતાના દિવ્ય સંદેશને વિશ્ર્વના ખૂણે-ખૂણે પહોંચાડે છે અને આ કાર્ય માટે વિવિધ લાઇવ કાર્યક્રમોની સાથે-સાથે સમયાંતરે ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા નિર્મિત વધુ એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ ‘ધ લાઇટ’ છે. આ એક એનીમેશન ફિલ્મ છે. ‘ધ લાઇટ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ રાજકોટમાં 1 થી 7 માર્ચ પ્રેરણા, સમજણ, સહનશક્તિ અને સમર્પણના કિરણો ફેલાવશે. રાજકોટના રિલાયન્સ આઇનોકસ થિયેટરમાં 1 માર્ચ શુક્રવારે સવારે 9.30 વાગ્યે આ મુવી રિલીઝ થશે.  1 થી 7 માર્ચ દરમિયાન રિલાયન્સ આઇનોકસ થિયેટરમાં પ્રતિદિન બે શો સવારે 10 થી 11.30 અને રાત્રે 9 થી 10.30 તથા આઇનોકસ આર.વર્લ્ડમાં બપોરે 3 થી 4.30 દરમિયાન નિહાળી શકાશે.

આ ફિલ્મના એનીમેશન ડાયરેકટર બી.કે.પ્રસાદ આજગાંવકર છે, અને ક્રિએટીવ પ્રોડયુસર સુજીત સરકાર છે. આ ફિલ્મ વિશે બન્નેએ સંસ્થાની પ્રશંસા સાથેનો અભિપ્રાય આપ્યો હતો. ડાયરેકટર પ્રસાદજીએ કહ્યું હતું કે, એનીમેશન દ્વારા કહાનીને રિયલિસ્ટીક બનાવવું ચૂનૌતીપૂર્ણ કાર્ય છે તેમ છતાં મેં કોઇ કસર નથી છોડી તથા પ્રોડયુસર સુજીત સરકારે કહ્યું કે, મેં જ્યારે માઉન્ટ આબુની મુલાકાત લીધી તો હું એ જોઇને આશ્ર્ચર્યચકિત થઇ ગયો કે આટલી મોટી વ્યવસ્થાની જવાબદારી મહિલાઓના શીરે છે. ખરેખર આ સંસ્થા સમૂચા વિશ્ર્વ માટે આદર્શ મોડલ છે.

‘ધ લાઇટ’નું શાબ્દિક ચિત્રાંકન

‘ધ લાઇટ’ શિર્ષક અંતર્ગત બનેલું એનીમેશન મુવી સંસ્થાના ફાઉન્ડર પિતાશ્રી બ્રહ્મા બાબા પર આધારિત છે કે જેમણે પરમાત્મા દિશાનિર્દેશાનુસાર મહિલાઓનું જીવન, સન્માન, સુરક્ષા તેમજ શિક્ષણને લઇને વર્ષોથી જે ચર્ચાનો વિષય હતો. આ વિષય પર બ્રહ્માકુમારીઝના સંસ્થાપક જેમનું આધ્યાત્મિક નામ પ્રજા પિતા બ્રહ્મા બાબા છે અને સાંસારિક નામ લેખરાજ કૃપલાણીજી છે તેમણે મહિલાઓને સશકત બનાવવા તથા વિશ્ર્વ કલ્યાણના કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. એ દરેક વાતને આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.