Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડુતોને પાક વિમો અપાતો નથી. ખેડુતોને પાક માટે પુરતુ પાણી પણ અપાતુ નથી તથા આરટીઇ મુજબ મફત શિક્ષણની જોગવાઇ છતાં મોંધુ શિક્ષણ સહીતના મુદ્દાઓને લઇ બે કલાકના ઉપવાસ આંદોલન બાદ આવેદનપત્ર પાઠવી સરકારને જગાડવાની શરુઆત કરી હતી.

સરકાર દ્વારા ખેડુતોના પાક વિમો લેવામાં આવતો નથી સાથો સાથ દ્વારા ખેડુતોના પાક વિમો લેવામાં આવતો નથી. સાથોસાથ હાલના સમયમાં સમગ્ર ગુજરાતની નર્મદા કેનાલો ખાલીઅમ પડેલી હોય જેથી ખેડુતોને પાણી માટે વલખા મારવા પડે છે.અછતની ખેડુતોનો પાક નિષ્ફળ જાય છે.

ગુજરાતમાં અભ્યાસ કરતા બાળકો માટે આરટીઇ મુજબ મફત શિક્ષણનો ભાર ખુબ જ વધી રહેતો હોય તેવું પણ દેખાય છે

જેથી અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા સામાન્ય અને મઘ્યમ વર્ગના હોવાથી પોતાના બાળકને સારુ શિક્ષણ નથી આપી શકતા ધ્રાંગધ્રા કોંગ્રેસ દ્વારા આવા કેટલાક પ્રશ્ર્નોને લઇને આજે સેવા સદન ખાતે બે કલાકના ઉ૫વાસ આંદોલન કરી ત્યારબાદ ધ્રાંગધ્રા ડે.કલેકટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા ધ્રાંગધ્રા કોંગ્રેસ ગ્રામ્યના પ્રમુખ દિપકભાઇ પટેલ, કુળદીપસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ એન.સી. રાઠોડ, પૂર્વ પ્રમુખ અમૃતભાઇ મારું જીલ્લા ઉપપ્રમુખ હમીરસિંહ પરમાર, કૌશિક પટેલ, મહેન્દ્રભાઇ સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.