Abtak Media Google News

બસ સ્ટેન્ડમાંથી બસ સીધી બાયપાસ થઇને નીકળી જતા એસ. ડેપો મેનેજર તથા નિગમને સામાજીક કાર્યકર દ્વારા લેખિત રજૂઆત

ધ્રાંગધ્રા એસ ટી બસો વર્ષો થી જે રોડ રસ્તે ચાલતી હતી એ હવે બીજા માર્ગ ઉપર દોડતી કરવા માં આવી છે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ માંથી નીકળી બસો સીધી બાયપાસ રોડ ઉપર ચાલતી પકડે છે જ્યારે મુસાફરો આમ તેમ રાહ જોય ને એસ.ટી ડેપો એ ચાલતી પકડે છે .

જુના રોડ રૂટ ઉપર આ બસો ચાલતી હતી એથી મુસાફરો ને અને સરકાર ને બંને ને ફાયદાકારક હતું પરંતુ હાલ ના સમય મુજબ એસ.ટી.ડેપો માંથી બસ સીધી બાયપાસ થઈ ને નીકળી જાય છે અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. એક જાગુત સામાજિક કાર્યકર દ્વારા ધ્રાંગધ્રા એસ.ટી.ડેપો મેનેજર ને આવેદનપત્ર આપી મોંખિક રજુઆત કરવામાં આવી હતી કે રાબેતા મુજબ આ બસો વર્ષો થી જે રૂટ ઉપર ચાલે છે એ મુજબ કરી આપવી જેથી બહાર ગામે મુસાફરી કર્તા મુસાફરોને કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે.  ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ ડિવિઝન  ખાતે પણ લેખિતમાં આપી રજુવાત કરવામાં આવી હતી. આમ જોવા જઈએ તો સમયનો દુરુપયોગ સાથે ડીઝલનો ખોટો વપરાશ અને મુસાફરો હાલાકીનો.સામનો કરવો એ મજબૂરી બની છે.

માર્ગ બદલતી એસ.ટી.

એસ.ટી.ડેપો થી લઈ ને રોકડીયા સર્કલ ફુલેશ્વર મંદિર સરકારી હોસ્પિટલ પાવર હાઉસ સર્કલ મોચીવાડ ડો.બાબા સાહેબ આંબેડકર નગર થઈ સંત શિરોમણી રવિદાસ  સર્કલ થી બાયપાસ રોડ અમદાવાદ ખાતે ચાલુ હતી જે હવે એસ.ટી.ડેપો થી રોકડીયા સર્કલ હળવદ રોડ પુલ ઉપર થી જોગાસર થઈ બાયપાસ રોડ કલ્પના ચોકડી થી સુધી અમદાવાદ કચ્છ હાઇવે  તેમજએસ.ટી.ડેપો થી ફુલેશ્વર સર્કલ થઈ પાવરહાઉસ સર્કલ થી આર્મી લાઈન થી સુધી બાયપાસ રોડ ઉપર થી માલવણ કચ્છ હાઇવે  ઉપર દોડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.