Abtak Media Google News

હરિદ્વાર મહાકુંભમાં સોમવતી અમાવાસ્યા પર યોજાનારા શાહી સ્નાનનો પ્રારંભ. આ શાહી સ્નાનમાં, તમામ અખાડાના સાધુ-સંતો ડૂબકી લાગવા આવી ગયા છે. આ મહાકુંભનો લાભ લેવા બીજા હજારો લોકો પણ એકઠા થયા છે. મહાકુંભમાં શાહી સ્નાન માટે નિરંજન અખાડાના સાધુસંતો હરકી પૈડી અખાડામાં સ્નાન કરી, શ્રી પંચદશાનમ જૂના અખાડામાં પોહચી ગયા છે.

 


સામાન્ય ભક્તો કોરોના સંક્ર્મણને ધ્યાનમાં રાખી ને હરકી પૈડી અખાડામાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવીયો છે. તે ફક્ત સાધુસંત માટે જ ખુલો રખાયો છે. શાહી સ્નાન સવારે 8:30 થી સાંજના 5:30 સુધી શરૂ થશે. તેર અલગ અખાડાઓ પર શાહી સ્નાન થાય છે, જેના માટે અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે.

Temple Vizit 14
સાધુસંતો સાથે અગ્નિ, અને કિન્નરો આ શાહી સ્નાનમાં સામીલ થશે. આનો લાભ લેવા નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ પર હરિદ્વાર પોહચી ગયા છે. આ બધા અખાડાઓ એક પછી એક શાહી સ્નાનનો લાભ લેશે. જેમાં સૌથી પેલા પંચાયતી અખાડાના સાધુ સંતો શાહી સ્નાન કરશે.

Eyz1Hiquyaqynwg
ત્યાર પછી આનંદ અખાડા, શ્રી પંચદશનામ જૂના, મહાનિર્વાણી, અટલ અખાડા શાહી સ્નાનમાં સામીલ થશે. એના પછી દિગંબર અણી, નિર્વાણ અણી અને નિર્મોહી અણી વારાફરતી શાહી સ્નાનનો લાભ લેશે. આખરે નિર્મલ અખાડાના સ્નાન સાથે શાહી સ્નાન સમાપ્ત થશે.
Eywi9Maucaq9 Dn

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.