Abtak Media Google News

BAPS સંસ્થા દ્વારા સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન મનુષ્ય,જીવ-પ્રાણીના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું હતું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટખાતે BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ અંતર્ગત અનેક જુદા જુદા અભિયાનોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત BAPSના યુવક-યુવતીઓ સમાજ ઉત્કર્ષના વિવિધ અભિયાનમાં જોડાશે. જેમાં જળ જાગૃતિ અભિયાન, ટ્રાફિક જાગૃતિ અભિયાન, સદ્દભાવના અભિયાન અને વિરાટ વસ્ત્રદાન અભિયાન જેવા વિવિધ અભિયાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2 23BAPSના અનેક યુવાનોજળ જાગૃતિ અભિયાન દ્વારા જળ જાગૃતિ માટે લોકોને જાગૃત કરશે.ટ્રાફિકના નિયમોથી રાજકોટની જનતાને માહિતગાર કરીને આ યુવાનો ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં જોડાશે.યુવતીઓજુદા-જુદા વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતાસદ્દભાવના અભિયાનમાં જોડાશે.BAPSના તમામ હરિભક્તો પોતાના જૂના વસ્ત્રોને એકત્રિત કરીને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડીને વિરાટ વસ્ત્રદાન અભિયાનમાં જોડાશે.

3 21આ અભિયાન અંતર્ગત ગઈકાલેBAPSરાજકોટનાયુવાનો શહેરના નાનામવા સર્કલ, ઇન્દિરા સર્કલ, મવડી ચોક, રૈયા ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, કોર્પોરેશન ચોક, ત્રિકોણબાગ ચોક, લાલબહાદુર ચોક, મક્કમ ચોક જેવા વિવિધ સર્કલો પર ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. સર્કલો પર ટ્રાફિક સિગ્નલના વેઈટીંગમાં રહેલા વાહનચાલકોને ટ્રાફિક જાગૃતિનો સંદેશ પોકેટ કાર્ડ વિતરણ કરીને આપ્યો હતો.તેમજ વાહન ચાલકોને ટ્રાફિક પોલીસના આદેશોને અનુસરવાનો સંદેશ વિવિધ માધ્યમો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.

4 13એજ પ્રમાણે, યુવતીઓ દ્વારા ૧૦ જેટલા વૃધ્ધાશ્રમો-અનાથાશ્રમોમાં જઈને ૩૦૦ વૃદ્ધો તથા ૪૦૦ જેટલા અનાથબાળકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓના સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.જે અંતર્ગત સદ્ભાવનાવૃધ્ધાશ્રમ,મહેશ્વરી વૃધ્ધાશ્રમ,મધરટેરેસા વૃધ્ધાશ્રમ,કૌશિકધામ વૃધ્ધાશ્રમ,માતૃછાયા વૃધ્ધાશ્રમ, દીકરાનું ઘર તથા સેતુ સેવા ટ્રસ્ટ અનાથાશ્રમ, જૈન બાલાશ્રમ, રમણીક કુવરબા આશ્રમ,વાત્સલ્ય અનાથાશ્રમોની મુલાકાત લઇ અનેક વૃદ્ધો બાળકોને સહાનુભૂતિની હૂંફ આપવાનો પ્રયત્ન થયો હતો.

આમ,પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે વધુ એક સામાજીક કાર્યક્રમની શ્રુંખલાBAPS રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આજથી BAPSના યુવાનો શહેરમાં આવેલી અનેક દુકાને-દુકાને જઈ જળ જાગૃતિનો સંદેશો પાઠવશે. BAPS સંસ્થા દ્વારા થઇ રહેલા કાર્યોને અનેક લોકોએ પ્રશંસનીય ગણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.