બ્લુ કોલર્સ પ્લેટફોર્મ પર દરજીકામ,મોચીકામ, સુથારી કામ અને મોબાઈલ રીપેરીંગ જેવી અનેક વ્યવસાયોને વિકસાવી શકો છો
કોઈ પણ દેશનું અર્થતંત્ર તેના વ્યવસાયકારો ઉપર ટકેલું હોય છે . નાના હોય કે મોટા , કોઇ પણ વ્યવસાયકારો દેશના અર્થતંત્રની ધોરીનસ કહેવાતા હોય છે. મોટા વ્યવસાયકારો તો આધુનિક ટેકનોલોજી અને સરકારના સપોર્ટથી આગળ વધી જતા હોય પણ નાના વ્યવસાયકારોને ઘણી સમસ્યા નડતી હોય છે . બ્લુ કોલર્સ તરીકે ઓળખાતા આ નાના વ્યવસાયકારોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થતા રહે છે. રાજકોટના વતની એવા ડો . રીતેશ ભટ્ટ અને કૃપા મેહતા કે જેઓ હાલ સ્વીડન સ્થાયી થયેલા છે એમણે આવો જ એક પ્રયાસ કર્યો છે .
ડેન્માર્ક અને ત્યારબાદ સ્વીડનમાં ઓલમોસ્ટ 10 વર્ષ રહીને ધણા પ્રકારની બ્લુ કોલર્સ જોબ કર્યા બાદ , યુરોપીયન દેશોના બ્લુકોલર્સ વ્યવસાયનું ટેકનોલોજી આધારીત સુવ્યવસ્થિત માળખું જોયું ત્યારે એવો વિચાર આવ્યો કે ભારતમાં પણ આવા કરોડો બ્લુ કોલર્સ લોકો છે જેમનામાં આવડત તો છે પણ આવું કોઈ ટેકનોલોજીકલ પ્લેટફોર્મ ન હોવાના કારણે એમની આવડત પ્રમાણે વળતર મળતું નથી અથવા જેમને જરૂર છે એવા લોકો સુધી તેઓ પહોંચી શકતા નથી . આવા લોકો માટે અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી ડો . રીતેશ ભટ્ટ અને કૃપા મેહતાએ એક બીડું ઝડપ્યું અને આ રીતે આઈએમબ્લુ કોલર નું વિચારબીજ રોપાયું છે.
કામ એ કામ હોય છે, કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું . આપણી આસપાસના લાખો લોકો શ્રમ કરીને પરિવારનું સ્વમાનભેર ગુજરાન ચલાવતા હોય છે , જેને બ્લુ કોલર્સ તરીકે ઓળખવામાં આવે છે . બ્લુ કોલર્સ વ્યવસાયો જેવા કે દરજીકામ, મોચીકામ, સુથારીકામ, કડિયાકામ, માટીકામ, મજૂરી , ઈલેકટ્રીશ્યન, એસી રીપેરીંગ, ટિફિન સર્વિસ, ડ્રાઈવીંગ રીક્ષા, ગેરેજ, સિલાઈકામ, વેલ્ડીંગ કામ કરનાર કોમ્પ્યુટર, મોબાઈલ રીપેરીંગ ફોટોગ્રાફી-વિડિયો શુટીંગ આવા નાના મોટા હજારો કૌશલ્ય આધારીત વ્યવસાયો છે.જેવા પોતાનો ધંધોવિકસાવી શકો છો.