ડિજિટલ પ્લેટફોર્મ કેએસઆર એન્ટરટેઇમેન્ટને બેસ્ટ શોર્ટ ફિલ્મ માટે એવોર્ડ એનાયત

રાજકોટની યુ ટયુબ ચેનલ કેએસઆર એન્ટરટેઇમેન્ટ 2020માં બેસ્ટ શોર્ટફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. એને આ વખતે પણ એમણે સ્વચ્છ સર્વેક્ષણ 2021-22 માં ભાગ લીધેલો છે જે હાર વખતની જેમ મનપા દ્વારા આયોજીત કરવામાં આવી છે. તેમજ ટીમ કે.એસ.આર. એ એક વેબ સીરીઝ બનાવી છે જેનું નામ ‘બ્લડ’ છે.

જેનું નિર્દેશક કુલદીપસિંહ રાજપૂત એ કરેલું છે. અને જેમાં સાથ બડા બજરંગ ટ્રસ્ટ દ્વારા મળ્યું છે. આ વેબ સીરીઝ થેલેસેમીયા થી પીડીત બાળકો માટે છે. જેમાં તેમના માતા પિતાનું સઘર્ષ બતાવ્યું છે. કે કંઇ રીતે એ લોકો આ લોક ડાઉનમાં બ્લડ ના મળવા ના લીધે હેરાન થયા અને લોકમાં રકત દાન કરવા પ્રેરિત કરતું આ વેબ શો છે.

જેનો પહેલા એપિસોડ મેયર પ્રદિપ ડવના હસ્તે સોમવાર એ કે.એસ.આર. એન્ટરટેઇમેન્ટ યુ ટયુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે. અમારી રાજકોટ નિવાસીઓ ને વિનંતી વિનંતી છે કે અમારા આ વેબ શોને ખુબ જ પ્રેમ અને સાથ સહકાર આપો.