Abtak Media Google News

Table of Contents

માણસના રૂદન પાછળનું કારણ વૈજ્ઞાનિક છે: આંસુ માત્ર દુ:ખ, મુશ્કેલી કે ખુશીને કારણે નથી આવતા, કયારેય ગંધ કે ચહેરા પર આવતા જોરદાર પવનને કારણે પણ આવે છે: બિન-ભાવનાત્મક આંસુ આંખોને સુકી થતા રોકે છે.

માણસનું રડવું એક નોન- વર્બલ સંવાદનો પ્રકાર છે, જેના દ્વારા તે મદદ કરવાની વાત કરે છે: આંસુ વહે છે એનો અર્થ એ કંઇક કહે છે: આંસુનો એક જ અર્થ જે વાત આપણ શબ્દોથી કરી નથી શકતા તે આંસુ દ્વારા કહીએ છીએ: આંસુ એક ઊંડી અભિવ્યકિત છે, ભાષા અસમર્થ થાય ત્યારે જ આંખમાંથી આંસુ નિકળે છે: મગરના આંસુની કહેવત આદીકાળથી ચાલતી આવી છે.

માનવીના જીવન સાથે આંખમાંથી નિકળતા આસુનો સંબંધ જન્મથી મરણ સુધીનો છે. સુખ દુ:ખ કે લાચારી મજબૂરીમાં નીકળતા આંસુ મદદના ગણી શકાય છે. હરખના આંસુ પણ જીવની ક્ષણ – પળને માળનારા હોય છે. લાગણીની અભિવ્યકિત વખતે જ આંસુ છલકાય એવું નથી, માણસના રડવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. ભાષા જયારે અસમર્થ થઇ જાય ત્યારે જ આંખમાંથી આંસુ નીકળે છે. કોઇ વાત શબ્દોથી સમજાવાય ત્યાં સુધી કોઇ રડતું નથી, આંસુ માત્ર દુ:ખ, મુશ્કેલી કે ખુશીને કારણે જ આવતા હોય એવું નથી.,, કયારેક ચહેરા પેર આવતો જોરદાર પવન કે ગંધ દ્વારા પણ નીકળે છે.

Advertisement

આંખના આંસુ ઉપર કવિઓએ કવિતા, સાહિત્યકારોની વિવિધ રચનાઓ લખી છે. બિન ભાવનાત્મક આંસુ આંખને સુકી થતી રોકે છે. આંખ ભીની થવી જ જોઇએ, કારણ કે આંખમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે. દરેક માનવીનું રડવું એક નોન-વર્બલ સંવાદનો પ્રકાર છે, જેના દ્વારા કે મદદ કરવાની વાત કરે છે. મુશ્કેલીમાં મુકાયેલો માનવી એટલે જ રડતા રડતા વાત કરે છે. રડતા માણસને જોઇને આપણને દયા આવે છે. અને મદદ કરવાની તત્પરતા જાગે છે. આજના યુગમાં ઘણીવાર રડવાનું નાટક કરીને પણ માણસ ખોટી રીતે મદદ (પૈસા) મેળવે લે છે. કોઇપણ માનવી જયારે રડે છે, એનો મતલબ એ કે કંઇક  કહે છે આંસુનો અર્થ જે વાત શબ્દથી નથી કરી શકતો મતલબ એ કે કંઇક કહે છે. આંસુનો અર્થ જે વાત શબ્દથી નથી કહી શકતો ત્યારે આંસુ દ્વારા જણાવે છે. કોઇ જાુઠા આંસુથી ભ્રમિત કરે ત્યારે તેને માટે મગર મચ્છના આંસુની કહેવત બોલાય છે.

આંસુ એક ઊંડી અભિવ્યકિત છે, લાગણી છે, ભાષાનો જયાં અંત થાય ત્યાંથી આંસુ પ્રારંભ થાય છે. ભાષા અસમર્થ થઇ જાય ત્યારે આપણી આંખમાંથી આંસુ ટપકે છે. જુની ફિલ્મો કે આજની ફિલ્મોમાં જયારે કરુણ દ્રશ્ય આવે ત્યારે આપણા જીવનના પ્રસંગોને યાદ કરવાથી આંખો ભીની થાય છે. ફિલ્મોના ઘણા ગીતકારોએ આંસુ ઉપર ઘણા શ્રેષ્ઠ ગીતો લખ્યા છે, દિલ કે અરમાં આંસુ ઓ મે બહ ગયે, યે આંસુ મેરે દિલ કી જાુબાન હૈ, આંસુ ભરી યે જીવન કી રાહેં જેવા ઘણા ગીતો આજે પણ ગુનગુનાવીએ છીએ. કોઇપણ વ્યકિતનું નમે આંસુ વગર જીવન કલ્પીન શકો.

જે વાત આપણે કોઇપણ રીતે ન કહી શકીએ, એ વાત આપણે રડતા રડતા કરીએ છીએ. આંસુ તમાર આંખોને ભીની અને સરળ રાખે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે કોઇપણ પ્રકારને ફોકસ કરવામાં મદદ કરીને તમને ચિત્રને વધુ સ્પષ્ટ કરે છે. આંસુ તમારી આંખની ગંદકી – ધુળ, ચેપ કે બળતરાને રોકે છે. આંખ તમારી ઝબકે ત્યારે આંસુનો એક પાતળો પડ તમારી કોર્નિયાની સપાટી ઉપર ફેલાય જાય છે. આને ટીયર ફિલ્મ કહેવાય છે. કોઇપણ આંસુ આંખની ઉપર ગ્રંંથીઓમાંથી આવતા હોય છે. આંખના આંતરિક ખુણાના નાના છિદ્રોમાંથી બહાર ટપકે છે. એ બન્ને આંખોને સરખી અનુભૂતિ આપે છે, સિવાય કે કોઇ એકમાં કચરો પડયો હોય ત્યારે એક જ ભીની થાય છે.

આંસુ શેનાબને એ વિગતોમાં તૈલી બાહ્મ પડ જે તેને ઝડપથી સુકાતા અટકાવે અને પાણી યુકત વચ્ચેનું સ્તર તેને ભીની રાખવાની સાથે અંદરથી ગ્રંથી તેને આંખ પર વળગી રહેવામાં મદદ કરે છે, દરેક મનુષ્યમાં લાગણીનું નિર્માણ સર્જન હારે કરેલ છે, જયારે કોઇ દુ:ખની લાગણી વ્યકત કરવાનું મન થાય ત્યારે આંખમાંથી આંસુ આવે છે. આંખમાંથી નીચે સપાટી પર રેલાતાને ગાલ પરથી તે નીચે પડે તે ઘટનાને કવિઓએ ઘણી સુંદર રચના સાથે વાત કરી છે. પ્રેમી તેની પ્રેમિકાના આંસુ લૂછવાની સાથે પી જવાની વાત કરે છે. કોઇ ના અવસાન વખતે કે ઇજા વખતે આપણને રડવું આવતાં જ આંસુ ટપકવા લાગે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ ઝડપથી રડી શકે છે: તે હ્રદયનો ભાર હળવો કરી શકે છે.

વૈજ્ઞાનિકએ આંખના આંસુઓને ત્રણ કેટેગરીમાં વિભાજન કરેલ છે, પ્રથમ કેટેગરી બેસલ છે. જેને બિનભાવનાત્મક આંસુ કહે છે. બીજી કેટેગરી બીન ભાવનાત્મક આસું છે જે કોઇ ગંધની પ્રક્રિયાથી આવે છે. ત્રીજી કેટેગરી એટલે ક્રાઁઇગ ટીયર્સ (રડવાના આંસુ) જેની હંમેશા ચર્ચા થતી હોય છે. આ આંસુ ભાવનાત્મક પ્રતિક્રિયાના પ્રતિભાવ રુપે આવે છે. આપણાં મગજમાં એક લિંબિક સીસ્ટમ છે, જેમાં મગજનું હાયપોથેલેમસ હોય છે, જે નર્વસ સીસ્ટમ સાથે સીધો જોડાયેલા હોય છે, જેને ન્યુરો ટ્રાન્સમીયર સંકેત આપતાએ ભાવના એકસટ્રીમ થતાં આપણે રડીએ છીએ. વ્યકિત માત્ર ઉદાસીમાં જ નહી પણ ડર અને ગુસ્સાને કારણે પણ રડે છે.

મનોવિજ્ઞાન કહે છે કે ભાવનાઓના વહેણમાં રડવું એક સારી બાબત છે, જે આંખોને નહી પણ માનસિક સ્વાસ્થ્ય પણ સારી અસર કરે છે. નોન વર્બલનું શ્રેષ્ઠ ઉદારણ નવજાત બાળકનું રડવું છે, કારણ કે તે બોલતા શીખ્યો નથી હો તો તેથી રડવાના માઘ્યમ દ્વારા નોન વર્બલ સંવાદ કરે છે. આંખોમાંથી આંસુ ખૂટી જવાએ એક બિમારી છે. આંખોની શુષ્કતા એ ગંભીર બિમારી છે, જે મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, ટીવી જેવા ઇલેકટ્રોનિક ઉપકરણોના વધુ ઉપયોગથી આવે છે, જેને ડ્રાય આય સીન્ડ્રોમ કહે છે. આ સમસ્યાનો આજકાલ યુવા વર્ગની સાથે બાળકોમાં પણ વધુ જોવા મળી રહી છે. મોટી ઉમરે તો આથાય એ સ્વાભાવિક છે, પણ આજકાલ તો શાળાના છાત્રોમાં પણ વધુ જોવા મળે છે.

‘આંસુ’ શબ્દનાં શ્રેષ્ઠ ફિલ્મી ગીતો

  • દિલ કે અરમા આંસુઓ મે બહ ગયે
  • આંસુ ભરી યે જીવન કી રાહે
  • આ જ સૌચા તો આંસુ ભર આયે
  • આંસુ  ભી હે, ખુશિયા ભી હૈ
  • આંખ સે છલકા આંસુ
  • યે આંસુ મેરે દિલ કી જુબાન હૈ
  • આંસુ કી એક બુંદ હું

આંસુ જળ અને મીઠાના મિશ્રથી બને છે

આંખમાંથી  આંસુ નીકળવાએ એક ખુબ સ્વાભાવિક પ્રક્રિયા છે, આંસુ અલગ અલગ પ્રકારના હોય છે, રોજીંદા જીવનમાં ખુશીના, આંખો ભરાઇ જવી, લાગણી દુભાય ત્યારે, ભગવાનની ભકિત કરતાં હોય ત્યારે પણ આંખો ભીની થઇ જાય છે. અશ્રુનળીમાંથી નીકળ તો તરસ પદાર્થ એટલે આંસુ જે જળ અને મીઠાના મિશ્રણથી બને છે, જે આંખ માટે ખુબ જ લાભદાય હોય છે. તે આંખને સાફ રાખીને કીટાણુ મુકત કરે છે. આંખમાંથી આંસુ નીકળે એ સારી બાબત છે, પણ સતત આંખમાંથી પાણી નીકળે તો ડોકટરને બતાવવું જરુરી છે. કોઇ વ્યકિત દુ:ખ કે વધુ ખુશી અનુભવે ત્યારે તે રડવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.