Abtak Media Google News

ગુજરાતમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર છેક રસોડાના મેનુ સુધી થઈ છે. શાકભાજીના ભાવમાં ભડકો થતા રસોઈના મેનુઓ ફર્યા છે. અમદાવાદીઓ લીલોતરીના બદલે કઠોળ ખાતા થઈ ગયા છે. માત્ર લીલા શાકભાજી જ નહી પરંતુ ધાણા,મરચાં લીંબુ આદુ જેવા લીલા મસાલાના ભાવ પણ વધી જતા ગૃહિણીઓએ વઘારો કરવો મોંઘો થયો છે.

ભાવમાં ભડકો

  • શાકભાજી પ્રતિકિલો ભાવ
  • ધાણા ૩૦૦-૩૫૦
  • વટાણા ૧૫૦-૧૬૦
  • કંકોડા ૧૮૦-૧૯૦
  • ફ્લાવર ૮૦-૧૦૦
  • તુરિયાં ૮૦-૮૫
  • કેપ્સીકમ ૭૦-૮૦
  • કારેલા ૬૦-૭૦
  • આદુ ૬૦-૭૦
  • ભીંડા ૫૦-૬૦
  • ટામેટા ૪૫-૬૦
  • કાકડી ૬૦
  • લીંબુ ૪૫-૫૦
  • મરચાં ૪૦-૫૫
  • ચોળી ૪૦-૪૫
  • દૂધી ૨૫-૩૦
  • રીંગણા ૨૫-૩૦

એકાદ મહિના પહેલા બજારમાં 30થી 40 રૂપિયે કિલો વેચાતા શાકભાજીના ભાવ 80થી 90 રૂપિયે કિલો થયા છે. ચોમાસામાં સમાન્ય રીતે તુરિયા, ટામેટા ,ગુવાર, ભીંડા જેવા શાકભાજીની વક વધારે હોય છે. જેથી તેના ભાવ તળિયે હોય છે. પરંતુ આ શાક પણ હાલ મોંઘા થઈ ગયા છે. અમદાવાદમાં ગરીબ, મધ્યમ અને અમીર વર્ગના વિસ્તાર પ્રમાણે શાકભાજીના ભાવ જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.