Abtak Media Google News

પાણીદાર નેતૃત્વની સાથે નમ્રતાનાં પર્યાયરૂપ લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની આગોતરી શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ

ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ભાજપનાઅગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા  રાજુભાઈ ધ્રુવે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છેકે, છેલ્લા ત્રણ વર્ષી વધુ સમયી ગુજરાતનું મુખ્યમંત્રીપદ શોભાવી રહેલા  વિજયભાઈ રમણીકલાલ રૂપાણી લોકહૃદયમાં અનોખું સન ધરાવે છે.પક્ષ અને પ્રજાનાં પ્રિય પ્રતિનિધિ એવા વિજયભાઈને વિનમ્રતા, સદ્દભાવ, જીવદયા, સાદગી, શાંતિ, સમર્પણ અને ભાઇચારાના ગુણોએ એકઅસાધારણ નેતા બનાવ્યા છે.

એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે,બાળપણી જ વિજયભાઈ રૂપાણી આરએસએસના ઉચ્ચ આદર્શોને વરેલા રહ્યા છે એટલે શિસ્ત, સેવા અને સમર્પણ એમનાં વ્યક્તિત્વમાંહંમેશા પ્રતિબિંબિત ાય છે. દાયકાઓીસક્રિય જાહેરજીવનમાં હોવા છતાં, વિજયભાઈ એક અદના સામાજિક કાર્યકર્તાની જેમજ સંપૂર્ણ સેવાભાવી સ્વભાવ ધરાવે છે અને એ જ રીતે નાનામાં નાના માનવીની સેવા માટેકાર્યરત રહે છે.જૈન પરિવાર અને પરંપરામાં ઉછેર યો હોવાીવિનય વિવેક તેમને વારસામાં મળ્યાં છે. બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં જન્મેલા વિજયભાઈનો ઉછેર અને કારકિર્દી ઘડતર સૌરાષ્ટ્રની ધીંગી ધરતીના બેનમૂન રાજકોટ શહેરમાં યાં.સહજ રીતે જવાબદારી ઉપાડી લેવાની અને હસતા મુખે પડકારોને ઝીલી લેવાની વિજયભાઈની અનોખી ક્ષમતાી તેમની લોકપ્રિયતા સદૈવ વધી છે. સંઘ કે પક્ષ તરફી તેમને સોંપાયેલી કોઈપણ જવાબદારી એમણે હંમેશા અત્યંત ખંત અને ઉત્સાહભેર નિભાવી છે.સંઘની નાની-મોટી શિબિર હોયકે નવનિર્માણની ચળવળ હોય, વિજયભાઈ હંમેશા અગ્રેસર જ રહ્યા છે.

Discipline,-Dedication-And-Service-Edge-Vijaybhai-Rupani'S-Life-Of-Mantra:-Rajubhai-Dhruv
discipline,-dedication-and-service-edge-vijaybhai-rupani’s-life-of-mantra:-rajubhai-dhruv

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે,કટોકટીના કાળાં કાળ દરમિયાન પણશ્રીવિજયભાઈ રૂપાણી જનઆંદોલનો સો અત્યંત સક્રિયપણેજોડાયા હતા અને ૧૯૭૬માં ખૂબ જ નાની વયમાંમીસાના અમાનુષી કાયદા હેઠળ ભૂજ અને ભાવનગરમાંએક વર્ષ જેલવાસ વહોરી લીધો હતો.૨૪ વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યા બાદ કોર્પોરેટરીમુખ્યમંત્રી સુધીનીવિજયભાઈની સફર સદાય યશસ્વી રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની જે કેડી કંડારી છે તેના પર જ વિજયભાઈ રૂપાણી અવિરત ચાલી રહ્યા છે.ગુજરાતમાંકુદરતી કે માનવસર્જિત કોઈપણ આફતના સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંમેશાપ્રજાની પડખે રહ્યા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી એવા વિજયભાઈ ખરા ર્અમાં લોકસેવક સાબિત યા છે.અનાવૃષ્ટિ જેવા કપરા કાળમાં પણ તેમણે ક્યાંયપાણીનીતંગી સર્જાવા દીધી ની તે હકીકત તેઓ પાણીદાર નેતા હોવાનું પુરવાર કરે છે.

પંચાયતી પાર્લામેન્ટ સુધીની તમામ ચૂંટણીઓમાં વિજયભાઈ રૂપાણીએ ભાજપનેભવ્ય વિજય અપાવવા જેતનતોડ મહેનત કરી છે તે કોઈ ભૂલી શકે તેમ ની.જાહેરજીવનમાં સતત વ્યસ્ત રહેતા વિજયભાઈ અત્યંતસંવેદનશીલ પ્રકૃત્તિ ધરાવે છે. દાયકાઓ પૂર્વે રાજકોટના રસ્તાપર કચરો વિણવાનું કામ કરતા છોકરાઓ જોતાંતેમનું દિલ દ્રવી ઉઠ્યું, તેમને લાગ્યું કે, આ બાળકોની દરકાર કરવી જોઈએ. પુત્રસ્મૃતિમાં એમણે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની રચના કરી અને કચરો વિણતા બાળકોની સંભાળ લેવાનું અનોખું કાર્ય શરૂ કર્યું. સેવાનાબીજમાંી વટવૃક્ષ બનેલી આ સંસ અત્યંત છેવાડાના હજારો બાળકો અને તેમના પરિવારોના ઉત્કર્ષનું નેત્રદીપક કાર્ય કરી રહી છે તેમ ધ્રુવે જણાવ્યું છે.

આ ઉપરાંત, ગૌહત્યા વિરોધી કાયદો, દારૂબંધીનાં કડક અમલ,૨૪ કલાક બજારો ખુલ્લી રહે તેવી  જોગવાઈ, સૌરાષ્ટ્રને એઈમ્સની ભેટ એવી અનેકવિધ બાબતોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ હંમેશાગુજરાત અને તેની પ્રજાનાં હિતમાં ઝડપી અને મક્કમ નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણેલોકોને સ્પર્શતી મોટાભાગની પ્રક્રિયાઓ ઓનલાઈન સુલભ બનાવી વચેટિયાઓને દૂર કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અસરકારક પહેલ કરી છે. પ્રજાનાં નાના-મોટા, દરેક પ્રશ્નો સમજીને તેનું નિરાકરણ કરવા માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ તાત્કાલિક અમલમાં મૂકી છે. સમગ્ર રાજયની પ્રજા માટે સંવેદનશીલતાનાસાગર સમામુખ્યમંત્રી વિજયભાઈએ ’રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા’નું બિરૂદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.