Abtak Media Google News

રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ, પ્રવૃતિઓ તથા વહિવટ પરત્વે પ્રજાના પ્રશ્ર્નોનો સ્થાનિક જ ઉકેલ લાવી શકાય તે માટે વ્યકિતલક્ષી રજુઆત માટે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ છે જે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર તથા ખંભાળીયા નગરપાલિકા દ્વારા ખંભાળીયા શહેરમાં વોર્ડ નં.૧ થી ૭ના નાગરિકો માટે ચોથા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી મેઘજી પેથરાજ છાત્રાલય, જડેશ્ર્વર રોડ, ખંભાળીયા ખાતે યોજાયેલ હતું.

આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય તથા ગ્રીમ્કોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા, નગરપાલિકાના પ્રમુખ શ્ર્વેતાબેન એ.શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, કારોબારી ચેરમેન દીપેશભાઈ પી.ગોકાણી તથા નગરપાલિકાના સદસ્યો તેમજ શહેર અગ્રણીઓ ઉપરાંત સિવિલ જજ ગુપ્તા, ખંભાળીયાના પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવી ઉપસ્થિત રહેલ હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં નગરપાલિકા સહિત રાજય સરકારના વિવિધ વિભાગો માટે ૧૩૦૯ અરજીઓ મળેલ હતી જેમાં તમામ ૧૩૦૯ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.