Abtak Media Google News

વેરાવળ તાલુકાના રામપરા ગામે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુમાં રામપરા ઉપરાંત લુંભા, ભેટાળી, પંડવા, ગુણવંતપુર, કોડીદ્રા, માથાસુરીયા અને ખંઢેરી સહિતના ગ્રામજનોના ૨૩૦૩ વ્યક્તિલક્ષી પ્રશ્નો નો નિકાલ કરાયો હતો. આ પ્રસંગે ઉજ્જવલા યોજના અંતર્ગત ૫ મહિલા લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કરાયું હતું.

આ તકે રાજ્ય બીજ નિગમના ચેરમેને કહ્યું કે, ગુજરાત સરકાર દ્રારાઆયોજીત ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્નો એક જ સ્ળપર નિકાલ કરવામાં આવે છે. જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃત્તમકાર્ડ, રેશનકાર્ડમાં સુધારો-વધારો સહિતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. વધુમાં વધુ લોકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઈ તેમના પ્રશ્નો ઘર આંગણે ઉકેલવામાં સહભાગી થવા જોટવાએ અનુરોધ કર્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ચોપડા, નાયબ મામલદાર કરગઠીયા રામભાઈ રામ, સબંધિત ગામના સરપંચો, અગ્રણી ઉકાભાઇ સોલંકી, દેવાયતભાઇ મેર, રણસીભાઇ મેર, તથા લાર્ભાીઓ ઉપસ્તિ રહયા હતા. સેવા સેતુમાં તાલુકા પંચાયત, મહેસુલ વિભાગ, સમાજ સુરક્ષા, આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ લોકોની અરજીઓના નિકાલ માટે સહયોગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.