Abtak Media Google News

તાલાલા ખાતે રૂ.૪ કરોડના ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું રૂપાલા અને ઈઝરાયેલના એમ્બેસેડરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

કેસર કેરી માટે વિશ્વ પ્રસિધ્ધ તાલાળાનાં આંગણે ૫૦ વિઘા જમીનમાં રૂા ૪ કરોડનાં ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું આજે કેન્દ્રીય કૃષિ અને પંચાયતી રાજ મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ ઇઝરાયેલનાં એમ્બેસેડર ડેનિયલ કાર્મોન ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. ઇઝરાયેલનાં તાંત્રીક સહયોગી કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ સેન્ટર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું કે, આજે ઇઝરાયેલની ટેકનોલોજી તાલાળાનાં પાદરે આવી છે તેનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આંબાનાં બગીચાનાં નવીનીકરણ તેનાં ઉત્પાદન, માર્કેટીંગનાં પ્રશ્નોનાં ઉકેલ માટે આ સેન્ટર સહયોગી બનશે તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે, હવે તાલાળાની કેસર કેરી સો કચ્છની કેરીની સ્પર્ધા છે. આ સ્પર્ધાને પહોંચી વળવા અહિંના ખેડૂતોએ કમરકસવાની છે. ખેડૂતોની તુવેર અને મગફળી ટેકાનાં ભાવે ખરીદવા કેન્દ્ર સરકાર દ્વારા રૂા ૧૮૦૦ કરોડ આપવામાં આવ્યા હતા. આ વિસ્તારનાં ખેડૂતોના ખેતી વન વિભાગનાં પ્રશ્નોી પુરી રીતે વાકેફ છીએ. ઇકોઝોન સહિતની આ વિસ્તારની માગણીમાં અમારી લાગણી ઉમેરી યોગ્ય નિરાકરણ આવશે તેવી હૈયાધારણા રૂપાલાએ આપી હતી.

એમ્બેસેડર ડેનીયલ કાર્મોને કહ્યું કે, ટેકોનોલોજીનાં માધ્યમી ખેડૂતો સો જોડાવાનું અમારા માટે ગૈારવપ્રદ છે. ખેડુતો, ખેતી અને સેન્ટરનાં વિકાસમાં ઇઝરાયેલ પુરો સહયોગ આપશે. તેમણે આ તકે મંત્રી સહિત વરિષ્ડ અધિકારીઓ સો બેઠક પણ યોજી હતી. આ પ્રસંગે બાગાયત વિભાગ આયોજીત ફળ પાક પ્રદર્શન મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. લોકાર્પણ સમારોહમાં કૃષિ સચિવ સંજય પ્રસાદ, ખેતી નિયામક મોદી, બાગાયત નિયામક ડો.આર.એ.શેરસીયા, પ્રવાસન નિગમનાં ડીરેકટર ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઇ પીઠીયા,  શૈલેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર ડો.અજયકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

તાલાળા ખાતે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનાં ઉદઘાટનમાં ખાસ ઉપસ્તિ ઇઝરાયેલનાં રાજદુત ડેનિયલ કાર્મોન તા મુંબઇ ખાતેનાં ઇઝરાયલનાં કાઉન્સીલરએ અહિં બાગાયત વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ફળ પાકનું નિદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે તાલાળા વિસ્તારમાં તી કેસર સહિતની વિવિધ જાતની કેરી, કેળા, નારીયેલનાં પાકની વિશેષતા ખાસીયતોની બાગાયત અધિકારી પાસેી જાણકારી મેળવી હતી. તેમણે તમામ જાતની કેરીનું રસપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું.

કેસર કેરીની રાજધાની તાલાળા ખાતે ઇઝરાયેલનાં રાજદુત ડેનિયલ કાર્મોન આવી પહોંચતા તેમનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કુમ-કુમ તિલકી સ્વાગત કરાયું હતું.  ડેનિયલ ઇઝરાયેલ સરકારનાં ટેકનીકલ સહયોગી બાગાયત વિભાગ દ્વારા રૂા ૪ કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલ આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદઘાટન પ્રસંગે મહેમાન બન્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સો આ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી રીબીન કાપી કેન્દ્રને ખુલ્લુ મુક્યું હતું. અહિં ઉપસ્તિ મહાનુભાવોએ આંબાની કલમનું પણ વાવેતર કર્યું હતું.ફળ પાકનિર્દેશન રસપૂર્વક નિહાળતા ઇઝરાયલના રાજદુત: કુમ-કુમ તિલકથી સ્વાગત કરાયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.