Abtak Media Google News

મહાનગરપાલિકા દ્વ્રારા પાંચમા તબક્કાના સેવાસેતુમાં  રોજ સવારે ૦૯:૦૦ કલાકે વેસ્ટ ઝોન વોર્ડ નં.૧૨મા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, કે.કે. રેસિડેન્સી, શેરી નં.૦૩ ખાતે યોજાયો. જેમાં મેયર બિનાબેન આચાર્ય, રાજુભાઈ બોરીચા, અગ્રણીશ્રી નવીનભાઈ વાછાણી, રમેશભાઈ વેકરીયા, અતુલભાઈ કાથરોટીયા, લાલાભાઈ સરધારા, કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, વિજયભાઈ વાંક, વોર્ડ પ્રભારી પ્રદીપભાઈ ડવ, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, યોગરાજસિંહ જાડેજા, મૌલિકભાઈ દેલવાડિયા, કનકસિંહ જાડેજા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ઈસ્ટ ઝોન વોર્ડ નં.૧૮મા, ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રમોદાબેન સ્કુલની બાજુમાં, કોઠારીયા રોડ, ખાતે યોજાયો. જેમાં, ધારાસભ્ય  અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, અગ્રણી જેનીશભાઈ ડોબરિયા, નરશીભાઈ સખીયા, મનસુખભાઈ ટાંક, ભીખાભાઈ હરસોડા, કાળુભાઈ ઠુંમર, દેવાયતભાઈ ડાંગર, શૈલેષભાઈ પરસાણા, સંદીપભાઈ ગાજીપરા, કોર્પોરેટર નિર્મળભાઈ મારૂ, વોર્ડ પ્રભારી સંજયભાઈ ઘવા, વોર્ડ પ્રમુખ સંજયસિંહ રાણા, વોર્ડ મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રવિભાઈ હમીરપરા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૭મા શાળા નં.૨૦, નારાયણ નગર મેઈન રોડ, ખાતે યોજાયો. જેમાં, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કોર્પોરેટર અનીતાબેન ગૌસ્વામી, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ સરધારા, અગ્રણી કીર્તીબા રાણા, વિરેનભાઈ કાચા, વોર્ડ પ્રભારી જીગ્નેશભાઈ જોષી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોધણવદરા, વોર્ડ મહામંત્રી યોગેશ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાંચમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૨માં કુલ ૧૦૨૩ અરજીઓ, વોર્ડ નં.૧૭માં કુલ ૧૧૬૨ અરજીઓ તથા વોર્ડ નં.૧૮માં કુલ ૧૦૭૪ અરજીઓ આવેલ, જેમાં મુખ્યત્વે આધારકાર્ડ, વાત્સલ્યકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વિગેરે માટે અરજીઓ આવેલ. તે તમામ અરજીઓનો નિકાલ થયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.