Abtak Media Google News

ર૩ થી રપ ડિસે. દરમિયાન યોજાનારા મેલાનું ર૩મીએ ઉદઘાટન: ર૪મીએ યોગા શિબિર: રપમીએ જુડો-કરાટેનું નિદર્શન આગેવાન બહેનો ‘અબતક’ની મુલાકાતે

કે.સી.એમ. ગ્રુપ દ્વારા વેલકમ ક્રિસમસ મેલા કમ એકઝીબીશનનું અનોખું આયોજન સાગર હોલ ખાતે તા. ર૩ થી રપ ડીસેમ્બર સુધી કરાયું છે. એકઝીબીશનનું મેયર બીનાબેન આચાર્યના હસ્તે ઉદઘાટન થશે.

મહિલા સશકિતકરણ અને બહેનોના સર્વાગી વિકાસ માટે પ્રવૃતિ કરતી બહેનોના કેસીએમ ગ્રુપ દ્વારા રાજકોટને આંગણે સૌ પ્રથમવાર તા. ર૩ થી રપ ડીસેમ્બર દરમ્યાન પંચશીલ સોસાયટી, ૮૦ ફુટ રોડ, ગોંડલ રોડ પર આવેલા સાગર હોલ ખાતે સૌપ્રથમવાર વેલકમ ક્રિસમસ મેલા કમ એકઝીબીશનની સાથો સાથ વિનામૂલ્યે બહેનો માટે યોગ શિબિર અને બહેનો પોતાનું રક્ષણ જાતે જ કરી શકે તે માટે જુડો-કરાટે અંગેના સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મેલામાં બહેનોની કલા કારીગરી અને કૌશલ્યના અનેરા દર્શન થશે. બહેનો દ્વારા વિવિધ સ્ટોલમાં ડ્રેસ મટીરીયરલ્સ, બેકરી આઇટમ, હર્બલ આઇટમ કોસ્મેટીક આઇટમ, હેન્ડીક્રાફટ, ઇમીટેશન જવેલરીનું પ્રદર્શન અને વેચાણ થશે. આવનાર મુલાકાતીઓ માટે ફુડ સ્ટોલનું પણ આયોજન કરેલ છે.

7537D2F3 17

તા.ર૩ થી રપ દરમ્યાન યોજાયેલા આ મેલામાં તા.ર૩ સોમવારના રોજ મેયર બીનાબેન આચાર્ય સવારે ૧૦ કલાકે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકશે, તા.ર૪ મંગળવારના રોપ બપોરના ૪ થી ૬ દરમ્યાન બહેનો માટે યોગાની શિબીર રાખેલ છે. યોગ નિષ્ણાંત વર્ષાબેન અંબાસણા બહેનોને યોગા અંગેની પ્રાથમીક તાલીમ આપશે. તા.રપ બુધવારના રોજ બપોરે પ થી ૭ દરમ્યાન બહેનો માટે જુડો કરાટેનું નિદર્શન કરાશે તેમજ બહેનોને સેલ્ફડીફેન્સ અંગેની પ્રાથમીક તાલીમ પણ આપશે. મિરલબેન સુનીલભાઇ વડગામા અને નેહાબેન ધર્મેન્દ્રભાઇ છનીયારા આ બન્ને બહેનો જુડો કરાટેમાં નિષ્ણાંત છે અને આ બન્ને બહેનો દ્વારા બહેનોને વિનામૂલ્યે તાલીમ આપશે.

એકિઝબીશનની સફળતા માટે આગેવાન બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.