Abtak Media Google News

મુશ્કેલીના સમયે આપોઆપ પાંચ સંબંધીઓને જાણ કરી શકાય

આકસ્મિક સ્થિતિમાં બચાવ, જરૂરી સંજોગોમાં સલાહ, ઘરેલુ હિંસામાં મદદ, સૂચન અને યોગ્ય માર્ગદર્શન પુરી પાડતી રાજ્ય સરકારની મહિલાઓ માટેની સુરક્ષાલક્ષી કાર્યપ્રણાલી એટલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર. જેના લાભથી મહિલાઓને મળશે ઝડપી અને સચોટ સમસ્યાનું નિરાકરણ.

રાજકોટમાં જાન્યુઆરી થી માર્ચ એટલે કે ત્રણ માસ દરમિયાન કુલ 751 મહિલાઓએ 181માં કોલ કરીને અભયમ સેવાની મદદ મેળવી હતી .જેમાંથી 470 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળ નીવડી હતી  અને 241 જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર સમસ્યા જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સેવાઓ સુધી લઈ જઇ ન્યાય અપાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ એપ્લિકેશન મારફતે 181 બટન દબાવતા મહિલાના પાંચ  સબંધીઓને ઓટોમેટિક એસ.એમ.એસ.થી સંદેશ મળી રહેશે. જેની સાથોસાથ ફોટા અને વિડીયો આ એપ્લિકેશન મારફતે અપ્લોડ કરી પુરાવા સ્વરૂપે 181 હેલ્પલાઈન કંટ્રોલ સેન્ટરે મોકલી શકાય છે. તેમ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.