Abtak Media Google News

ગોંડલ ના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક સેવા કરતા હિતેશભાઈ દવે પરિવાર દ્વારા હોંગકોંગ ના દાતા  ગુલ બદલાણી ના આર્થિક સહયોગ થી ગોંડલ ના ગરીબ જરૂરિયાતવાળા બ્રહ્મ પરિવારો ને તેમજ વિધવા બહેન પરિવાર ને અંદાજે ૭૦૦/- ની કિંમત ની રાશન અનાજની ૨૫ કીટ નું વિતરણ  શૈલેષભાઇ  યાજ્ઞિક, યોગેશ દવે, હિતેશ દવે, તુલસી દવે, મનીષભાઈ જોશી, જતન દવે અને ગીરીશભાઈ રાવલના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Advertisement

ગરીબ ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકો સ્કૂલે નિયમિત જાય, પરિવાર ની બહેનો આરોગ્ય અને ખોરાક નો ખ્યાલ રાખે તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે હિતેશભાઈ દવે અને તેમનો પરિવાર બે દશકા થી આ સેવકાર્યો કરી રહેલ છે. ૩૦૦ જેટલા બાળકો અને ૧૦૦ પરિવારો માટે આ સેવા કર્યો કરવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.