Abtak Media Google News
  • વોરા કોટડા ગામે ખનીજ ચોરીની અરજીનો ખાર રાખી મોડી રાત્રે ડખ્ખો કર્યો હતો

ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ માં બે દિવસ પહેલા  રાત્રે ખનીજ ચોરીની અરજી કર્યાનો ખાર રાખી કાકા ભત્રીજા સહિત સાત વ્યક્તિ પર ધોકા પાઇપ થી હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં સાત વ્યક્તિને સારવાર માટે  રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ ને લઈને વોરાકોટડા મા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસમા ફરિયાદ થતા પોલીસે પાંચ આરોપી ઝડપી લઈ કાર્યવાહી  હાથ ધરી હતી.

ગોંડલના વોરાકોટડા ગામ માં રહેતા ચિરાગ ગિરધરભાઈ ભાસા, જયેશભાઈ હરિભાઈ ભાસા રતિલાલ રવજીભાઈ ભાસા , દિવ્યેશભાઈ અમરશીભાઈ ભાસા , નરેશભાઈ હરિભાઈ ભાસા, રાજેશભાઇ ભલાભાઈ બગડા, સુધીર સુરેશભાઈ બગડા   રાત્રીના સમયે ગામ ના ગેઇટ પાસે ઉભા હતા ત્યારે કુંભા ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરતા માથા પર અને હાથે પગે ગંભીર ઇજાઓ થતા તેમને પ્રાથમિક સારવાર ગોંડલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ ને લઈને તાલુકા પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદમા જણાવ્યું હતું કે, તેઓ તમામ ખેત મજૂરી કરે છે અને ત્રણેક મહિના પૂર્વે ખનીજ ચોરીની અરજી કરી હોય જેનું મન દુ:ખ રાખી આરોપી કુંભા ભરવાડ સાથે માથાકૂટ ચાલતી હતી ગઈ કાલે બધા મોડી રાતે ગામમાં હતા ત્યારે આરોપીઓ ત્યાં ઘસી આવી   ઓચિંતા  હુમલો કર્યો હતો.

બનાવ ના પગલે ડીવાયએસપી કે.બી.ઝાલા, ઇન્ચાર્જ પીએસઆઇ ગોયેલ તથા  સ્ટાફે  તપાસ હાથ ધરી ગણતરી ની કલાકો મા  આરોપી કુંભાભાઈ ચોથાભાઈ ગોલતર ઉ.વ.50, રોહિત કુંભાભાઈ ગોલતર ઉ.વ. 26, હરેશભાઇ ઉર્ફે હઠો ઉર્ફે હઠીયો ચોથાભાઈ ગોલતર ઉ.વ. 40 રહે ગોંડલ, મયુરભાઈ હરેશભાઇ ગોલતર ઉ.વ.21, રહે વોરાકોટડા નાથાભાઇ રાણાભાઈ રામ ઉ.વ. 46 રહે જેતપુર રોડ જયશ્રીનગર ગોંડલ વાળા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.