લીડ બેન્ક ગીર સોમનાથ દ્રારા જિલ્લાકક્ષાની ક્રેડીટ કમીટીની બેઠક, ધિરાણ યોજના માટે રૂ.૩૮૧૯નું લક્ષ્યાંક

અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને લીડ બેન્ક ગીર સોમનાથ દ્રારા જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે જિલ્લાકક્ષાની ક્રેડીટ કમીટીની બેઠક યોજાઈ હતી. જેમાં મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૧-૨૨ સંભવિત ધીરણ યોજનાની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ધીરાણ યોજના માટે ખેતીવાડી ક્ષેત્રે રૂા.૩૨૦૧.૭૪ કરોડ, એમ.એસ.એમ.ઈ.ક્ષેત્રે રૂા.૨૪૩.૫૦ કરોડ, એક્પોર્ટ પેકીંગ ક્રેડિટ માટે રૂા.૧૬.૮૦ કરોડ, શિક્ષણ ક્ષેત્રે રૂા.૯૯.૩૧ કરોડ, હાઉસીંગ લોન માટે રૂા.૧૮૨.૪૦ કરોડ, પૂન ઉત્પાદિત ઉર્જા ક્ષેત્ર માટે રૂા.૬.૫૨ કરોડ અને અન્ય વિભાગો માટે રૂા.૬૯.૧૯ કરોડ સહિત કુલ ૩૮૧૯.૪૬ કરોડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

જેમાં સરકારની જુદી-જુદી યોજના જેમકે પી.એમ.સ્વનીધી, કિશાન ક્રેડિટ કાર્ડ, સખી મંડળ તેમજ સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉધોગોની યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તકે નાબાર્ડના ડીસ્ટ્રીક્ટ ડેવ.મેનેજર કીરણકુમાર રાવ, ચીફ ઓફિસર, બેન્ક મેનેજરો સહભાગી થયા હતા.