Abtak Media Google News

રાજ્યમાં અવનવી બચત સ્કીમો આપી લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવતી હોય છે ત્યારે વેરાવળ શહેર તથા આસપાસના વિસ્તારના આશરે ૧૦૦ થી પણ વધુ લોકો સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરનાર ઇસમોને વેરાવળ સિટી પોલીસ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ આસપાસની છે જ્યાં આરોપીઓ પુર્વયોજીત કાવતરૂ રચી ફરીયાદીને બેન્ક વ્યાજ કરતા વધુ વળતર આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ છેતરપીંડી અચરનારની ઘટના સામે આવી છે જેમાં ફરીયાદીનું બચત યોજનામાં ખાતુ ખોલી પ્રથમ એક વર્ષની તથા ત્રણ વર્ષની યોજનાના રોકાણના રૂપિયા વળતર સહીત ચુકવી આપી ફરીયાદી તથા અન્ય ૨૩ સાહેદોના અલગ-અલગ બચત યોજનાના ખાતા ખોલાવ્યા હતા.

આરોપીઓ બેન્ક વ્યાજ કરતા વધુ વળતર આપવાની લાલચ આપી સામાન્ય લોકોને વિશ્વાસમાં લઇ પ્રથમ રોકાણ કરેલ અગાઉની બચત યોજનાનું વળતર સહીતનું મુદ્દલ પરત ચુકવી વિશ્વાસમાં લઇ પાંચ વર્ષની મુદતની યોજનામાં રોકાણ કરાવી પાંચ વર્ષના રૂપિયા ભરાવી મુદત પુર્ણ થયે રોકાણના તથા વળતર સહીતના રૂપિયા નહી આપી લોકો સાથે વિશ્વાસઘાત કરી રૂપિયાની છેતરપીંડી આચરતા હતા.

ફરીયાદીએ પાંચ વર્ષ માટેની બચત યોજનાનું દર મહીને રૂપિયા ૧૦૦૦ લેખે ખાતુ ખોલી ફરીયાદીએ પાંચ વર્ષે બચતના આપેલ રૂપિયા ૬૦,૦૦૦ તથા વળતરના રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૦૦૦૦૦ નહી આપી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કર્યા અંગેની ફરીયાદ જાહેર કરતા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા સા. તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા આવી રીતે લોકો સાથે છેતરપીંડી કરનાર ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર બંધ કરવા બાબતે સખત સુચના આપેલ હતી જે અન્વયે વેરાવળ સીટી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

વેરાવળ સીટી પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીએ સદરહુ ગુનાના આરોપીઓને પકડી પાડી ગુનો શોધી કાઢવા સારૂ સર્વેલન્સ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કામે લગાડેલ હોય જે આધારે આ કામના ત્રણ એક જ પરિવારના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલ આરોપીઓ-

(૧) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ લીલાધરભાઇ બોરખતરીયા
(૨) સીમાબેન જીતેન્દ્રભાઇ બોરખતરીયા (પત્ની)
(૩) હીમાંશુ જીતેન્દ્રભાઇ બોરખતરીયા

પોલીસે આ મામલે આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે વેરાવળ શહેર તથા આજુબા જુના વિસ્તારના ૧૦૦ થી પણ વધારે લોકો સાથે લાખો રૂપીયાની ઠગાઇ કરી હતી. છેતરપીંડી કરતા આ ઇસમોને પકડી પાડવા માટેની કામગીરીમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી સા. ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા સર્વેલન્સ ટીમના માણસો તથા ઇણાજ નેત્રમ સીસીટીવી ઇન્ચાર્જ બી.ડી.માવદિયા તથા નેત્રમ સીસીટીવી ટીમના માણસો આ કામગીરીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.