Abtak Media Google News

પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં ચાર પ્રશ્નો રજૂ થયાં

રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના અણ ઉકેલ અને પ્રજાકીય પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે અને અરજદારો પોતાના પ્રશ્નો રજુ કરી શકે એ માટે જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરના અદયક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે દર સોમવારે યોજાતા લોક દરબાર અન્વયે આજ સોમવારે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.

આજના આ લોક દરબારમાં રજુકર્તાઓ દ્વારા ચાર જેટલાં પ્રશ્નો રજુ થયા હતા ત્યારે જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદરે અબતક ને જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત વિસ્તારના પ્રજાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે અને આ માટે જિલ્લા પંચાયતની સમગ્ર ટિમ સક્રિય રીતે કાર્ય કરી રહેલ છે.

આજે યોજાયેલા આ લોક દરબારમાં મહેકમ શાખાને લગત જામ કંડોરણાના દડવી ગામે તલાટી કમ મંત્રીની બદલી બાબત, શિક્ષણ શાખાને લગત શિક્ષકની ફરિયાદમાં ખાતાકીય તપાસ થવા બાબત, રૂડાને લગત માહિકા ગ્રામજનો દ્વારા માહિકા માંડા ડુંગર બાબત પાણી અને રોડ રસ્તાનો પ્રશ્ન, બાંધકામને લગત ગઢડા ગામે પાણી તથા રોડનો આમ ચાર જેટલાં પ્રશ્નો રજૂ થયાં હતાં.

ઉપસ્થિત આ ચાર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જેતે શાખા અધિકારીઓને સૂચનાઓ અપાઈ હોવાનું પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું. આજે યોજાયેલ આ લોક દરબારમાં પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપ પ્રમુખ સવિતાબેન નાથાભાઇ વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ રેવતુભા જાડેજા, પી.જી.ક્યાડા,  ધર્મેન્દ્રભાઈ ટીલારા, મોહનભાઇ ભાણાભાઈ દાફડા,  સુભાષભાઈ બાંભરોલીયા, જનકભાઈ ડોબરીયા, જેન્તીલાલ મોહનલાલ બરોચિયા, રાજેશભાઇ ચાવડા વિગેરે પદાધિકારીઓ હાજર રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.