Abtak Media Google News

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.જેમાં ગઈકાલે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભગવતીપરા રોડ નજીક જમવા આવ્યો તે વખતે દિવાળી વખતે થયેલા ઝગડાનો ખાર રાખી એક શખ્સ દ્વારા તેના પર છરી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

યુવક ભગવતીપરા નજીક જમવા ગયો તે વેળાએ મારમારતા સારવારમાં: બી ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો

પ્રાપ્ત વિગતો મુજબ,રાજકોટના મારવાડી કોલેજમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી નીતિન મનોજ કુમાર ગઈકાલ રાત્રીના ભગવતીપરા રોડ નજીક જમવા ગઈ હતો ત્યારે બોબી નામના શખ્સે દિવાળીના દિવસે થયેલા ઝગડાનો ખાર રાખી તેની સાથે બોલાચાલી કરી છરી ઝીંકી દેતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં વિદ્યાર્થી નીતિન સાથે દિવાળીના દિવસે બોબી નામના શખ્સ સાથે રકઝક થઈ હતી જેનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો થયાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.